સુરતઃ કીમ નજીક બોરસરા પાટિયા પાસે ભીષણ આગ લગતા દોડધામ મચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-26 14:02:34
  • Views : 92
  • Modified Date : 2024-03-26 14:02:34

સુરતઃ કીમ નજીક બોરસરા પાટિયા પાસે ભીષણ આગ લગતા દોડધામ મચી ગઈ હતી. લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લગતા તેણે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ગોડાઉન નજીક કચરો સળગાવતા લાકડાના ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ હતી. આગ પ્રસરતા લાકડાનો મોટો જથ્થો આગની ઝપેટમાં આવ્યો હતો. આગ બુઝાવવા ગોડાઉન સંચાલક અને તેના કર્મચારીઓ દ્વારા પ્રયાસ  આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો.માલ સામાન બચાવવા સ્થાનિક લોકોની મથામણ નજરે પડતી હતી. આગમાં માલસામાનની ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી.

Download Our B K News Today App



Related News