સુરત: જિમ ટ્રેનરે ડિવોર્સી મહિલાને પ્રેમજાળમાં ફસાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-27 16:19:11
  • Views : 105
  • Modified Date : 2023-06-27 16:19:11

સુરત: સલાબતપુરા ખાતે જિમ ટ્રેનરે જિમમાં બે સંતાનની ડિવોર્સી માતાને પ્રેમજાળમાં ફસાવી હોવાની ઘટના સામે આવી છે. આટલું જ નહીં, પત્ની હોવા છતાં જિમ ટ્રેનરે પ્રેમિકાને ઘરમાં રાખી હતી અને દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જિમ ટ્રેનરની પત્નીએ મહિલાને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ મામલે જિમ ટ્રેનર અને તેની પત્ની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે.સુરતના સલાબતપુરા ખાતે રહેતા જિમ ટ્રેનરે જિમમાં આવતી બે સંતાનની ડિવોર્સી માતાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ઘરે લઈ ગયો હતો. બાદમાં મહિલા સાથે દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જેના પગલે આરોપીની પત્નીના પગતળેથી જમીન ખસી ગઈ હતી. તેણે પતિ સાથે ઘરમાં આવીને રહેતી ડિવોર્સી મહિલાને ગાળો આપી માર મારતા મામલો સલાબતપુરા પોલીસે પહોંચ્યો હતો. આ મામલે ડિવોર્સી મહિલાએ ફરિયાદ કરતાં જિમ ટ્રેનર અને તેની પત્ની સામે ફરિયાદ નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી છે.બે સંતાનોની ડિવોર્સી માતાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં કૌશર અલી શબ્બીરઅલી કુબ્બાવાલા અને તેની પત્ની લમીયા કૌશરઅલી કુબ્બાવાલાની સામે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી છે. કૌશર અલી પોતે જિમમાં ટ્રેનર તરીકે નોકરી કરે છે. જ્યારે ડિવોર્સી મરહિલા જિમમાં આવતી હતી. ગત એપ્રિલ 2022માં તેમની વચ્ચે જિમમાં મિત્રતા થઈ હતી. ધીમે-ધીમે મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી હતી. બાદમાં કૌશર અલીએ મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી. બાદમાં પ્રેમજાળમાં ફસાવી મહિલા સાથે તેની ઓફિસ તથા તેના ઘરે અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. મહિલા થોડા દિવસથી કૌશર અને તેની પત્ની સાથે તેના ઘરે જ રહેતી હતી. જેથી કૌશરની પત્ની લમીયા તેણી સાથે નાની-નાની વાતોમાં ઝઘડો કરતી હતી. એક દિવસ લમીયાએ તેને ગાળો આપીને માર માર્યો હતો. જેથી મહિલાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી બંનેની ધરપકડ કરી છે.

Download Our B K News Today App



Related News