બનાસકાંઠામાં કોરોના વાયરસના કેસો વધતા ચેકપોસ્ટ પર સુરક્ષા વધારાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-18 11:39:57
  • Views : 1357
  • Modified Date : 2020-04-18 11:39:57

બીજા તબક્કાના લોકડાઉનમાં બનાસકાંઠા જિલ્લામાં પણ કડક અમલ થાય તે માટે પોલીસ ખડેપગે છે. જિલ્લામાં કુલ ૯૪ ટકા પોલીસ અત્યારે માર્ગો પર તૈનાત છે. આંતરરાજ્ય અને
આંતરજિલ્લાની ૧૬ બોર્ડર પર સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સથી લોકડાઉનની કડક અમલવારી થઈ રહી છે.
વડાપ્રધાન મોદીએ દેશમાં કોરોનાનું સંક્રમણ વધુ ન વકરે તે માટે વધુ ૧૯ દિવસ લોકડાઉન કર્યું છે. લોકડાઉનના બીજા તબક્કામાં જિલ્લામાં કડક અમલ થાય તે માટે પોલીસ એલર્ટ બની છે. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષકની બાજ નજર હેઠળ ૭૨૦ પોઇન્ટ પર તમામ પોલીસ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક લોકડાઉનમાં ફરજ બજાવી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી જાહેરનામા ભંગ બદલ ૪૦૦ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં ૧૨૦૦ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. ડ્રોન અને ઝ્રઝ્ર્‌ફ ની મદદથી પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પદયાત્રા કરી વતન જતા લોકોને અટકાવી તેમને સરકાર દ્વારા બનાવવામાં આવેલા કોરોન્ટાઈન હાઉસમાં રાખવામાં આવ્યા છે. પોલીસ સતત તમામ વાહનો તેમજ ઘરમાંથી લોકો ઓછા બહાર નીકળે તે માટે કાર્યવાહી કરી રહી છે. બનાસકાંઠા જિલ્લાની આંતરરાજ્ય માર્ગ પર આવેલી ૭ અને અંતરજિલ્લા માર્ગ પર આવેલી ૯  બોર્ડર પણ સીલ કરી દેવામાં આવી છે. અહીં
પણ અભેદ્ય કીલેબંધીની જેમ
પોલીસ ૨૪ કલાક ફરજ બજાવી લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે.

Download Our B K News Today App



Related News