અમીરગઢના ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-17 10:56:11
  • Views : 319
  • Modified Date : 2020-02-17 10:56:11

બનાસકાંઠાનું ડીસા શહેર બટાકાનું હબ ગણાય છે.  જેના પગલે હવે અમીરગઢ જેવા છેવાડાના ખેડૂતો પણ બટાટાની ખેતી તરફ વળ્યા છે.  અમીરગઢના ખેડૂતો પણ બટાટાની ખેતીમાંથી સારું એવુ કમાતા થયા છે. આ વર્ષે  બટાટા કાઢવાના  શ્રી ગણેશ થઈ ગયા છે. હાલમાં બટાટાના ભાવમાં  ઉછાળો જોવા મળતા  બટાટાની ખેતી કરતા ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગ્યો છે.  બટાટામાં ૨૨૧ રૂપિયાનો ઉછાળો આવતા ખેડૂતોમાં  ખુશીનો માહોલ જાવા મળ્યો હતો.
ગુજરાતમાં ડીસા શહેર બટાટાની ખેતી માટે જાણીતું છે. ડીસાને બટાટા નગરી કહેવામાં આવે છે. ઉંચી ગુણવત્તા વાળું બટાકું માત્ર ડીસામાં થાય છે.
પણ હવે બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પણ ખેડૂત પુત્રો બટાટા વાવ્યા છે.  આગાઉ ભાવ તળિયે બેસી જતા હોવાથી ખેડૂતો માટે હાલત ફકોડી બની જતી હતી. પણ આ વર્ષે બટાટાનું ઉત્પાદન વધુ હોવા છતાં પણ ભાવમાં ૨૨૧
રૂપિયાનો ઉછાળો જોવા મળતા ખેડૂતો માટે સોનાના સૂરજ ઉગવા સમાન છે.
અમીરગઢ સહિત બનાસકાંઠા  જિલ્લામાં ૬૨૩૪૯ હેકટરમાં બટાટાનું વાવેતર થયું છે. ખેતરોમાં બટાટા કાઢવાની સિઝન હોવાથી હાલ ખેતરોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ માર્કેટયાર્ડ દ્વારા પણ બટાટા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લાં ઘણા વર્ષોથી બટાટાની ખેતી કરતા ખેડૂત નુકશાન વેઠી રહ્યા હતા. જે આ વર્ષે કઈક ફાયદાની અપેક્ષા સેવાઇ રહી છે.

Download Our B K News Today App



Related News