કોરોના દરમિયાન રાઉન્ડમાં નહિ ગયેલા સુપ્રિટેન્ડેન્ટે પહેલા વેક્સીન લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 11:32:53
  • Views : 305
  • Modified Date : 2021-01-17 11:32:53

રાજ્યમા કોરોના વેક્સીનનો શુભારંભ કરી દેવાયો છે. ગાંધીનગર શહેરમા સિવિલ હોસ્પિટલથી શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર
ઠાકોરે રીબીન કાપી આરંભ કરાયો હતો. જ્યારે કોરોના વાયરસ દરમિયાન હોસ્પિટલમાં રાઉન્ડ નહિ મારવા બાબતે સૌથી વધુ આલોચના સહન કરનાર સિવિલના સુપ્રિટેન્ડેન્ટે સૌ પ્રથમ રસી મુકાવી હતી. ત્યારબાદ આસીસ્ટન્ટ આરએમઓ, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ બાદ તબીબોએ રસી મુકાવી હતી.
ગુજરાત અને દેશ માટેે શનિવારે ધન્ય ઘડી હતી. છેલ્લા ૧૦ મહિનાથી કોરોના વાયરસના નામથી નાગરિકો તોબા પોકારી ગયા છે, તેનુ નિરાકરણ આવ્યુ હતુ. રાજ્યમાં શનિવારે કોરોના રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. સૌ પ્રથમ આરોગ્યક્ષેત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓને સરકાર દ્વારા વિનામૂલ્યે
આપવામાં આવી હતી. ગાંધીનગર સિવિલમાં પ્રથમ રસી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ નીયતિ લાખાણીએ રસી મુકાવી હતી. ત્યારબાદ ડૉ.કલ્પેશ પરીખ અને નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ જાગૃતી પટેલે રસી મુકાવી હતી.
રસી મુકાવ્યા બાદ સુપ્રિટેન્ડેન્ટ નિયતિ લાખાણીએ કહ્યુ હતુ કે, કોરોના વાયરસના કારણે આપણે હેરાન થઇ ગયા હતા. હવે રસી આવી ગઇ છે, માટે રાજ્યના તમામ નાગરિકોએ રસી મુકાવવી જાેઇએ. રસીથી કોઇ આડ અસરથતી નથી. તે ઉપરાંત અમારા તમામ સ્ટાફ દ્વારા રસી મુકાવામાં આવી છે. રસી લીધા બાદ ૩૦ મીનીટ ઓબ્જરવેશનમાં રહેવુ જરૂરી છે. મને રસી લીધા બાદ કોઇ સમસ્યા થઇ નથી. મંત્રી દિલીપ ઠાકોરે કહ્યુ હતુ કે, છેલ્લા ૧૦ મહિનાથી દેશ કોરોના સામે લડી રહ્યો છે. દરેક વ્યક્તિ રસી ક્યારે આવશે તેની રાહ જાેઇ રહ્યા હતા. આજથી દેશમાં રસીકરણનો આરંભ થયો છે. વૈજ્ઞાનિકો દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવતી હતી. કોરોના દરમિયાન ફરજમાં મૃત્યુ પામેલા આરોગ્ય કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

Download Our B K News Today App



Related News