સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, કહ્યું- હંમેશા કમિટી બનાવીને મુદ્દાને ટાળી દો છો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-01 14:49:10
  • Views : 303
  • Modified Date : 2020-12-01 14:49:10

    સુપ્રીમ કોર્ટે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી હતી તે મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચમાં આ કેસની સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, ગુજરાતમાં હોસ્પિટલમાં વાંરવાર આગ લાગવાની ઘટના બની રહી છે અને તેમાં રાજ્ય સરકાર દ્વારા માત્ર કમિટી બનાવવા સિવાય કોઈ પગલાં લેવામાં આવતા નથી.સરકારના રિપોર્ટ પ્રમાણે હોસ્પિટલોમાં બધુ સલામત છે.જ્યારે હકીકત રિપોર્ટ કરતાં અલગ છે અને જે સામે આવવી ખૂબ જરૂરી છે. જસ્ટિસ શાહ તમારો રિપોર્ટ તમારા ચીફ ઈલેક્ટ્રિકલ એન્જિનીયર કરતા અલગ છે. આ મામલે ઈન્કવાયરી કમિટી બનાવવામાં આવી છે.જસ્ટિસ શાહ રાજકોટ મામલે કમિટી બનાવવી તે ઠીક છે પરંતુ અમદાવાદની હોસ્પિટલમાં પણ આગ લાગી હતી તે મુદ્દે શું થયું? તેમાં પણ 7 લોકોના મોત થયા હતા.સોલિસિટર જનરલ તુષાર મહેતા: કેન્દ્ર સરકારે NDM ગાઈડ લાઈન અંતર્ગત ગઈ કાલે જ એક એફિડેવિટ દાખલ કરવામાં આવી છે.નોંધનીય છે કે, રાજકોટમાં એક કોવિડ હોસ્પિટલમાં ગયા સપ્તાહે આગ લાગવાના કારણે પાંચ લોકોના મોત થયા હતા.

   સુપ્રીમ કોર્ટે આ ઘટનાને ધ્યાનમાં લઈને સુનાવણી શરૂ કરી હતી અને આવી ઘટનાઓને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને મળેલી નિષ્ફળતા સામે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કરતાં કહ્યું હતું કે, આવી ઘટનાઓ સતત થતી હોવા છતાં તેને રોકવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.

Download Our B K News Today App



Related News