સુપ્રીમ કોર્ટે ટાટાના હકમાં ચુકાદો સંભળાવ્યો, કહ્યું- સાયરસ મિસ્ત્રીને હટાવવાની વાત કાયદાકીય રીતે યોગ્ય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 13:44:18
  • Views : 263
  • Modified Date : 2021-03-26 13:44:18

    ટાટા સન્સને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સાયરસ મિસ્ત્રીને કંપનીના ચેરમેન પદ પરથી હટાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા આ મામલામાં NCLATના આદેશને પલટી નાંખ્યો છે.

    આ મામલામાં સાયરસ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ સ્ટ્રિંગ ઈન્વેસ્ટમેન્ટના દાવાને ફગાવી દીધો છે. આ મામલામાં ટાટા સન્સ અને સાયરસ મિસ્ત્રી બંને તરફથી મામલાને ઝડપથી પતાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ટાટા સન્સ ટાટા સમુહની હોલ્ડિંગ કંપની છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટાટા સન્સમાં મિસ્ત્રીના પરિવાર સાથે જોડાયેલા એસ પી ગ્રુપના શેરોનું વેલ્યુએશન ટાટા સન્સના અનલિસ્ટેડ શેરોના આધારે નક્કી થશે. કોર્ટ હાલ નક્કી ન કરી શકે કે મિસ્ત્રીને શું વળતર મળવું જોઈએ. તે બંને પક્ષ પરસ્પર બેસીને નક્કી કરી શકે છે. કોર્ટે કહ્યું કે આ અંગે જેટલા સવાલો ઉઠ્યા હતા, તેનો જવાબ ટાટા સમુહના પક્ષમાં છે અને એસપી ગ્રુપની તમામ અરજીઓને ફગાવી દેવામાં આવે છે.ટાટા સન્સ પ્રાઈવે લિ અને સાયરસ ઈન્વેસ્ટમેન્ટ્સ લિ.એ NCLATની વિરુદ્ધ ક્રોસ અપીલ દાખલ કરી હતી, જે અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો.

    NCLATએ પોતાના આદેશમાં 100 અબજ ડોલરના ટાટા સમુહમાં સાઈરસ મિસ્ત્રીની કાર્યકારી ચેરમેન પદે નિમણૂંક કરી હતી. ટોપ કોર્ટ અનુસાર મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેની અધ્યક્ષતા વાળી પીઠે શુક્રવારે આ મામલામાં ચુકાદો સંભળાવ્યો હતો.આ મામલો ગત 2 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કંપની લો એપીલેટ ટ્રાઈબ્યુનલે(NCLAT) સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદ પરથી હટાવવાને ખોટું ગણાવ્યું હતું. NCLATએ મિસ્ત્રીને બીજી વખત ચેરમેન બનાવવાનો આદેશ આપ્યો હતો. તેની વિરુદ્ધ ટાટા સન્સ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.

    24 ઓક્ટોબર 2016એ ટાટા ગ્રુપે સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદ પરથી હટાવી દીધા હતા. તેમની જગ્યાએ રતન ટાટાને ઈન્ટરીમ ચેરમેન બનાવ્યા હતા. ટાટા સન્સનું કહેવું હતું કે મિસ્ત્રીની કામકાજની રીત ટાટા ગ્રુપની કામ કરવાની રીત સાથે મેળ ખાતી નથી. તે પછી 12 જાન્યુઆરીએ 2017એ એન ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.


Download Our B K News Today App



Related News