સુપ્રીમ કોર્ટે મોરેટોરિયમનો સમય વધારવાથી ઈન્કાર કર્યો, કહ્યું- સંપૂર્ણ રીતે વ્યાજને માફ કરવું શકય નથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-23 12:58:34
  • Views : 238
  • Modified Date : 2021-03-23 12:58:34

    લોન મોરેટોરિયમ મામલામાં સુપ્રીમ કોર્ટે બેન્કોને વધુ અને ગ્રાહકોને બીજી થોડી રાહત આપી છે. કોર્ટે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે મોરેટોરિયમનો ગાળો 31 ઓગસ્ટથી વધુ ન વધારી શકાય, આ સિવાય મોરેટોરિયમ સમય દરમિયાન વ્યાજ પર વ્યાજ પણ આપવામાં આવશે નહિ. કોર્ટે કહ્યું કે જો કોઈ બેન્કે વ્યાજ પર વ્યાજ વસુલ્યુ છે તો તે પરત આપવું પડશે.

    કોર્ટે કહ્યું કે સરકારને આર્થિક નિર્ણય લેવાનો અધિકાર છે. કારણ કે મહામારીના કારણે સરકારને પણ ભારે આર્થિક નુકસાન છે. અમે સરકારને પોલીસી પર નિર્દેશ ન આપી શકીએ. રિઝર્વ બેન્ક ઝડપથી આ અંગે રાહતની જાહેરાત કરશે. જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમ આર શાહની બેન્ચે આ ચુકાદો આપ્યો છે.

    આ એ જ મામલો છે જેમાં સરકારે બેન્કના લેન્ડર્સને EMIની ચુકવણીમાં મોટી રાહત આપી હતી. ગત વર્ષે દેશની સેન્ટ્રલ બેન્ક RBIએ એક માર્ચથી 31 માર્ચ સુધી લોન આપનારી કંપનીઓને મોરેટોરિયમ આપવાની વાત કહી હતી, જે 31 ઓગસ્ટ સુધી વધારવામાં આવી.ચાલો પહેલા જાણીએ કે લોન મોરેટોરિયમ શું છે? મોરેટોરિયમનો અર્થ છે જો તમે કોઈ વસ્તુની ચુકવણી કરી રહ્યાં છો તો તેને એક નિશ્ચિત સમય માટે રોકી દેવામાં આવશે. ઉદહરણ તરીકે સમજો કે તમે કોઈ લોન લીધી છે તો તેના EMIને કેટલાક મહીનાઓ માટે રોકી શકો છે. જોકે તેનો અર્થ એવો નથી કે તમારા EMIને માફ કરવામાં આવ્યા છે.

    લોનની ચુકવણી પર રાહત આપ્યા પછી RBIએ બેન્કોને કહ્યું કે તે લોનનું વન ટાઈમ રિસ્ટ્રકચરિંગ કરે અને તેને NPA ન જાહેર કરે. આ અંતર્ગત તેમણે કંપનીઓ અને લેન્ડર્સને સામેલ કરવામાં આવે, જે 1 માર્ચ 2020થી 30થી વધુ દિવસ સુધી ડિફોલ્ટ થયા નથી. કોર્પોરેટ લેન્ડર્સ માટે બેન્ક 31 ડિસેમ્બર 2020 સુધી રિઝોલ્યુશન પ્લાન લાવે અને 30 જૂન 2021 સુધી લાગુ કરે. 22 મેના રોજ RBIએ તેની MPCની બેઠકમાં કહ્યું હતું કે લોન મોરેટોરિયમને 3 મહિના માટે વધારવામાં આવી રહ્યું છે.


Download Our B K News Today App



Related News