લોક ડાઉનમાં ખગોળ રસિકોએ પિન્ક સુપરમૂન નિહાળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-10 11:40:07
  • Views : 425
  • Modified Date : 2020-04-10 11:40:07

૮મી એપ્રિલને ચૈત્રી
પુર્ણિમાએ પુનમનો ચંદ્ર વર્ષ ૨૦૨૦માં દેખાનાર ચંદ્રમાં સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર હતો. વિજ્ઞાનની ભાષામાં તેને સુપરમુંન કહેવામાં આવે છે.આમતો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું સરેરાસ અંતર ૩, ૮૪, ૪૦૦ કિમી છે. પરંતુ ચંદ્ર
પૃથ્વીની આસપાસ લંબગોળ કક્ષમાં પરિભ્રમણ કરે ત્યારે તે ક્યારેક પૃથ્વીથી ૪, ૦૬, ૦૦૦ કિમી જેટલો દૂર જાય છે. તો ક્યારેક ૩, ૫૫, ૦૦૦ કિમી જેટલો નજીક આવે છે. ગઈ કાલે ચંદ્ર અને પૃથ્વીનું અંતર ૩, ૫૬, ૯૦૭ કિમી હતું. એટલે કે સરેરાસ અંતર કરતાં ૩૦ ૦૦૦ કિમી જેટલો ચંદ્ર પૃથ્વીની નજીક આવી ગયો હતો. જેના કારણે ચંદ્ર થોડોક મોટો અને વધુ પ્રકાશિત દેખાતો હતો. આ વખતના સુપરમુન ને પિન્ક
સુપરમૂન કહેવામા આવ્યો હતો. નોર્થ અમેરીકામાં આ ઋતુમાં ગુલાબી ફૂલો ખીલી ઊઠે છે. એટલે ખગોળશાસ્ત્રીઓએ આ બંને  પ્રાકૃતિક ઘટનાઆૅને યાદગાર બનાવવા પિન્ક
સુપરમુન એવું નામ આપ્યું છે. 
નિસર્ગ કામ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર દ્વારા સાયન્સ ક્લબના વિધ્યાર્થીઓને તથા શિક્ષકમિત્રોને વોટ્‌સપ  અને ફેસબુક પર વિડીયો દ્વારા
સુપરમૂન અને આકાશ દર્શન કઈ રીતે કરી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઘણા બધા વિધ્યાર્થીઓએ પોતાના ઘરેથીજ આકાશ દર્શન કરતાં ફોટા અમને મોકલી આપ્યા છે. જે વિજ્ઞાર્થીઓનો ખગોળ માટેનો ઉત્સાહ બતાવે છે.

Download Our B K News Today App



Related News