કોરોના ઇફેક્ટ ઃ સીઝનમાં ૫૦ કિલો વેચાતી સૂંઠ ૨૦૦૦ કિલો વેચાઈ કોરોનાથી બચવા ડીસાવાસીઓ રૂ. સાત લાખની સૂંઠ ખાઈ ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-25 11:33:20
  • Views : 861
  • Modified Date : 2020-06-25 11:33:20

 ‘કોની મા એ સવા શેર સૂંઠ ખાધી છે’ આ ઉક્તિ તો આપણે સાંભળતા આવ્યા છીએ. પણ આજે...
કોરોના વાઇરસનો પ્રકોપે મોટા ભાગના લોકોને સુંઠનો ઉકાળો પીતા કરી દીધા છે. જેને લઈને શિયાળામાં માંડ ૫૦ કિલો વેચાતી સૂંઠની બોલબાલા વધતા ૨૦૦૦ કિલો વેચાઈ ગઈ હતી.
હાલમાં સમગ્ર વિશ્વ સહિત ભારતમાં કોરોનાની મહામારીએ સકંજો કસ્યો છે. ત્યારે આ વાયરસની સામે રક્ષણ મેળવવા અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા સૂંઠનો ઉપયોગ કરવા આયુર્વેદાચાર્યોની ભલામણને લઈને સૂંઠનો
ઉપયોગ અનેક ઘણો વધી ગયો હતો. જેના  વેચાણમાં ૭૫ થી ૮૦% વધારો જોવા મળ્યો છે. આની સાથે સાથે લવિંગ અને મરીના પણ વેચાણમાં ૧૦ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.ડીસા કરીયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખના કહેવા મુજબ આ સિઝનમાં દર વર્ષે ૨૫ કિલોના માત્ર એક અથવા  બે કટ્ટા વેચાણ થતું હોય છે. જેની સામે આ વખતે પ્રતિ કિલોએ રૂ.૩૩૦ થઈ ૩૫૦ના ભાવની સૂંઠના ૨૫ કિલોના એવા ૭૦ થી ૮૦ કટ્ટ કરતાં વધુ વેચાણ થયું છે. આમ શિયાળાની સિઝનમાં ૧૮ હજારની વેચાતી સૂંઠ કોરોનાકાળમાં રૂ. ૭ લાખની વેચાઈ હતી. આમ વેપારીઓને માત્ર સૂંઠમાં જ ચાંદી-ચાંદી થઈ ગઈ હતી. આમ લોકો હાલ કોરોનાવાયરસની સામે લડવા માટે સૂંઠ,  લવિંગ અને મરીનો વધુ ઉપયોગ કરતા હોય એવું જોવા મળ્યું હતું.


Download Our B K News Today App



Related News