સુંઢા પ્રા.શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 09:52:38
  • Views : 459
  • Modified Date : 2019-04-06 09:52:38


પાલનપુરના સુંઢા ગામે ધોરણ.૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિદાય સમારંભ ગતરોજ યોજવામાં આવ્યો હતો જેમાં શાળામાંથી વિદાય લઈ રહેલ બાળકોને શાળાના શિક્ષકોએ શિક્ષણમાં આગળ વધે તેવા આશીર્વચન પાઠવ્યા હતા અને વર્ષ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનાર તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ પણ કરવામાંમ આવ્યુંં હતુ શાળાના શિક્ષક રાજેશભાઈ દ્વારા બાળકોને તિથિ  ભોજન પણ આપવામાં આવ્યું હતું.


આ પ્રસંગે શાળાના શિક્ષકો સહિત સુંઢા સરપંચ કમુબેન કનુભાઈ પટેલ શાળા એસ.એમ.સી.કમિટિના સભ્યો છગનભાઈ પંચાલ રમેશભાઈ ડાભી સહિત ધોરણ.૮ના વિદ્યાર્થી તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Download Our B K News Today App



Related News