થરા શ્રી કૃષ્ણ ગૌશાળામાં સુંદરકાંડનુ આયોજન કરાયુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-01 12:55:41
  • Views : 267
  • Modified Date : 2021-07-01 12:55:41

     કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા માં થરા તેમજ તાણામાં જે લોકો કોરોનાની મહામારીમાં મૃત્યુ  પામ્યા છે.તેઓના સદ઼ગતના દિવ્યાત્માને શાંતિ અને મોક્ષ મળે તે માટે મંગળવાર ના રાત્રે ૯-૩૦ થી ૧૧ કલાક સુધી હરિભાઈ સોની,અરવિંદભાઈ ઠક્કર,શ્રી બહુચર માઈ મંડળ થરાના પ્રમુખ નિરંજનભાઈ જે.સોની,રીંકુબેન ઠક્કર,અલકાબેન ઠક્કર,તબલા વાદક મહેશભાઈ જોષી વગેરેના મુખારવિંદે સુંદરકાડ પાઠનું પઠન કરવામાં આવ્યું હતુ.જેમાં વહેપારી અગ્રણી કિરીટભાઈ એ.ઠક્કર, કીર્તિભાઈ નાઈ વગેરે વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Download Our B K News Today App



Related News