બનાસકાંઠાના થરાદ માટે રવિવાર ગોઝારો દિવસ થયો સાબિત : એક જ દિવસમાં કેનાલમાંથી બે મૃતદેહ મળી આવતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-26 11:54:56
  • Views : 456
  • Modified Date : 2021-07-26 11:54:56

     બનાસકાંઠા જિલ્લાના થરાદમાં મુખ્ય નર્મદા કેનાલમાં લાશ મળવાનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી..થોડા દિવસ અગાઉ એક મહિલાએ પોતાના ચાર બાળકો સાથે આત્મહત્યા કરી હતી ત્યારે આજે પણ થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી અલગ-અલગ જગ્યાએથી બે યુવકની લાશ મળી આવી હતી.

     બનાસકાંઠા જિલ્લાના થરાદ માટે રવિવાર ગોઝારો દિવસ સાબિત થયો છે..એક જ દિવસમાં કેનાલમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે જેમાં થરાદના મહાજનપુરા પાસેથી નર્મદા કેનાલમાંથી એક યુવકની તરતી લાશ મળી આવી હતી જ્યારે બીજી તરફ થરાદના ઢીમા પુલ પાસેની નર્મદા કેનાલમાંથી અન્ય એક યુવકની લાશ મળી આવી હતી આજુબાજુના લોકો દ્વારા થરાદ નગરપાલિકાના તરવૈયાને જાણ કરવામાં આવતા સ્થાનિક તરવૈયા આવીને બંને યુવકોની લાશને કેનાલમાંથી બહાર કાઢી હતી અને થરાદ પોલીસને જાણ કરતાં થરાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

     થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં લોકો નજીવી બાબતમાં આવેશમાં આવીને આત્મહત્યા જેવા ગંભીર ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે નર્મદા કેનાલની આસપાસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવે તો કેનાલમાં આત્મહત્યા કરતા બનાવમાં ઘટાડો થઈ શકે તેમ છે.

Download Our B K News Today App



Related News