ઉનાળો અદ્રશ્ય, હવામાન ટાઢુબોળઃ સુરેન્દ્રનગરમાં ઝાપટુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-09 17:06:51
  • Views : 58
  • Modified Date : 2025-05-09 17:06:51

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત શહેરી વિસ્તારમાં સતત ચોથા દિવસે બપોર બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે વરસાદ નોંધાયો હતો.એકાએક વાતાવરણમાં આવેલા પલ્ટા સાથે વરસતા કમોસમી વરસાદથી ખેતરો પણ પાણી-પાણી થતાં ખેતીપાકને નુકસાનનો ભય ઉભો થયો છે. આજે દિવસના આંશિક તડકો નીકળ્યા બાદ રાત્રિના ફરી ધોધમાર ઝાપટું વરસી ગયું હતું. 

હવામાન વિભાગ દ્વારા આગામી ૯ તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. સતત ચોથા દિવસે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને પવન સાથે ધોધમાર કમૌસમી વરસાદ ખાબક્યો હતો જ્યારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી હતી.

Download Our B K News Today App



Related News