થરાદના માંગરોળમાં માતાજીને ચઢાવાતી સુખડીના ઘીમાં પણ ભેળસેળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-17 11:44:27
  • Views : 465
  • Modified Date : 2020-10-17 11:44:27

બનાસકાંઠા જિલ્લા ફુડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આકરી તપાસ કરવામાં આવી રહી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે. જેમાં માંગરોળ ખાતે આવેલ શ્રી શેણલ માતાજીના મંદિરમાં ઘીમાંથી સુખડી બનાવતા બે
વેપારીઓને ત્યાં તપાસ કરતાં સુખડીમાં હલકી ગુણવત્તાવાળુ ઘી મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મંદિરને આસ્થા અને શ્રદ્ધાનું સ્થાન ગણવામાં આવે છે. શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરમાં ચડાવવામાં આવતી પ્રસાદ ઉપર
પુરેપુરો વિશ્વાસ રાખતા હોય છે. પરંતુ તેમાં પણ ભેળસેળ થઈ રહ્યું હોવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. થરાદ તાલુકાના માંગરોળ ગામમાં આસ્થાનું પ્રતિક એવુ શેણલ માતાજીનું મંદિર આવેલુ છે. જ્યાં હજારો ભાવિકો માતાજીના દર્શને આવતા હોય છે અને ત્યાં સુખડીનો પ્રસાદ ચડાવવામાં પણ આવે છે. ભાવિકો દિલથી સુખડીનો પ્રસાદ માતાજીને ચડાવીને આરોગે છે. ત્યારે ૬ જુલાઇ ૨૦૨૦ ના રોજ જિલ્લા ફુડ વિભાગની ટીમ માતાજીના દર્શન કરવા માટે ત્યાં પહોંચી હતી. જ્યાં સુખડી બનાવતા બે લોકો જીતુભાઇ બ્રાહ્મણ અને દિનેશભાઇ ભાવિયાલ ત્યાં તપાસ કરતાં ત્યાં સુખડી બનાવવા માટે વપરાતા ઘીના ડબ્બા મળી આવ્યા હતા. તેના ઉપર “શ્રીમુલ” નો માર્કો લગાવેલો હતો. જેથી ફુડ ઇન્સ્પેક્ટર ટી. એચ. પટેલ તથા એમ. બી. ચૌધરી દ્વારા તેના
સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલોને લેબોરેટરીમાં તપાસમાં મોકલતા બન્ને સેમ્પલ ફેઇલ થયા હતા. જેમાં વનસ્પતિ તેલનો ભેળસેળ બહાર આવ્યો હતો. જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બન્ને દુકાનદારો તેમજ બનાવટી ઘી બનાવનાર શ્રીમુલ ડેરી પ્રા. લિ. પાલનપુર સામે ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News