લીફટ બંધ હોવાથી દિવ્યાંગ,વૃદ્ધ અરજદારોની હાલત કફોડી કોન્ટ્રાકટરને લિફ્‌ટ ચાલુ કરવામાં કયો ગ્રહ નડે છે કેતું, રાહુ, કે શનિ ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 12:20:07
  • Views : 489
  • Modified Date : 2019-06-11 12:20:07

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકા સેવા સદન કચેરીના બિલ્ડીંગને બન્યાને ૩ વર્ષ ઉપરાંતનો સમય વીતવા છતાં આજ દિન સુધી લીફટને કોન્ટ્રાકટર દ્વારા ચાલુ કરવામાં આવી નથી. જેમાં તાલુકા પંચાયત કોર્ટ કચેરી, અને પ્રાંત કચેરીએ આવતાં અપગ  લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે . જેમાં બે માળનું બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવ્યું છે વિકલાંગો માટે સગવડને બદલે અગવડ ઉભી કરી રહ્યું છે. સુઇગામ તાલુકા પંચાયતમાં વિવિધ કામ અર્થે આવતા દિવ્યાંગ અને અશક્ત તેમજ વૃદ્ધ અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. બે માળનાં બિલ્ડીંગમા આવેલી શાખાઓમાં જવા પગથિયાં સાથે લીફટ પણ છે. જોકે લીફ્ટ જાણે દેખાવ પૂરતી હોય તેમ ચાલુ જ નથી. આથી દિવ્યાંગ અરજદારો પોતાના કામ અર્થે આવતા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દિવ્યાંગ અરજદારોને લીફટ બંધ હોઈ પગથિયાં ચડવા મજબૂર બન્યા છે. 

Download Our B K News Today App



Related News