વાવ, થરાદ અને સુઇગામના બે રોજગાર બનેલા રત્ન કલાકારોને રોજગાર ભથ્થું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-18 14:11:51
  • Views : 577
  • Modified Date : 2020-06-18 14:11:51

હાલમાં સમગ્ર વિશ્વમાં covid-19નામનો ચેપી વાઇરસ ચાલી રહ્યો છે જેના કારણે હીરા ઉદ્યોગના કારખાનાઓમાં મજૂરીકામ સાથે સંકળાયેલા લોકો પણ બેરોજગાર બન્યા છે.હીરા ઉદ્યોગના કારખાનાઓમાં મજૂરીકામ સાથે સંકળાયેલા લોકોની હાલત રોજ કમાવવું અને સાંજનું ભોજન કરવાનું હોય છે પરંતુ છેલ્લા બે મહિનાઓથી લોકડાઉન અને કોરોનાની બીમારીના કારણે રત્નકલાકારોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે જેની અસર રત્નકલાકારોના બાળકોના શિક્ષણ પર પણ થઈ છે.તેઓ બાળકોના પુસ્તકો કે ગણવેશ પણ ખરીદી શકે તેવી હાલતમાં નથી. વિઓ.લોકડાઉનની સૌથી વધુ અસર મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને થઈ છે. હીરા ઉદ્યોગની હાલત લોકડાઉનમાં વધારે કફોડી બની છે. ત્યારે કોરોનાના કારણે બનાસકાંઠાના વાવ ,થરાદ અને સુઈગામના અંદાજે બે હજારથી પણ વધુ રત્નકલાકારો બેકાર બન્યા છે છેલ્લા ત્રણ મહિનાથી ધંધા-રોજગાર બંધ હોવાના કારણે હવે રત્ન કલાકારો આર્થિક તંગીનો સામનો કરી શકે તેવી પણ તેમની સ્થિતિ થઈ નથી ત્યારે હવે આ રત્ન કલાકારો એ પણ સરકાર પાસે માસિક 6000 રૂપિયા સહાયની માંગ કરી છે જેમાં વાવ થરાદ અને સુઈગામના રત્નકલાકારોએ આજ વાવ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી સરકાર તેઓને મદદ કરે તેવી રજૂઆત કરી છે અને જો સરકાર રત્નકલાકારોની મદદ નહીં કરે તો આવનાર સમય રત્નકલાકારો માટે ખૂબ જ વિકટ હશે તેવું રત્ન કલાકારોએ જણાવ્યું હતું

Download Our B K News Today App



Related News