થરાદની મુખ્ય નર્મદા નહેર બની સુસાઇડ પોઈન્ટ : સતત ત્રીજા દિવસે લાશ મળી આવતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-02 12:54:08
  • Views : 300
  • Modified Date : 2022-02-02 12:54:08

થરાદની મુખ્ય નર્મદા નહેર બની સુસાઇડ પોઈન્ટ : સતત ત્રીજા દિવસે લાશ મળી આવતા ચકચાર

 સિલસિલો યથાવત થરાદ ની મુખ્ય નહેર મા આજે ફરીથી યુવકની મળી લાશ

 

થરાદની મુખ્ય નહેર જાણે લોકો ને પોતાની જીવન લીલા સંકેલી લેવા માટે બનાવવામા આવી હોય તેવું લાગી રહ્યું છે હમણાં છેલ્લા ત્રણ દિવસમા કેનાલ માથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે કેનાલ જાણે પાણી માટે નહિ પણ લોકો ને પોતાની જીવન લીલા સંકેલી લેવા માટે બનાવી હોય તેવું હવે લાગી રહ્યું છે થરાદ માથી પસાર થતી કેનાલ મા અત્યાર સુધી હજારો લાશો મળી ચૂકી છે આજના સમયમાં જાણે લોકોને બધા દુઃખો માટે મોત જ એક રસ્તો લાગે છે તેમ લોકો કેનાલમા પડીને મોતને વહાલુ કરે છે ક્યારેક ઘર કંકાશથી કંટાળીને તો કયારેક વ્યાપાર ધંધાના ટેન્શનને લઇને લોકો કેનાલમા પડીને પોતાની જીવન લીલા સંકેલી લેછે ક્યારેક તો કેનાલમા મારીને પણ નાખી આપવામાં આવે છે હમણાં થોડા દિવસ પહેલા ઘરેથી ગુમ વયકતીની લાશ કેનાલ માથી મળી આવી હતી જ્યારે બીજા દિવસે બાડમેર રાજસ્થાનના યુવકની લાશ મળી આવી હતી અને આજે વહેલી સવારે માડકાના યુવકની લાશ ઢીમા પુલ પાસેથી મળી આવી હતી યુવક બે દિવસ પહેલા કેનાલમા પડ્યો હોવાનુ જાણવા મળ્યું હતું ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આજે વહેલી સવારે યુવકની લાશને ઢીમાં પુલ પાસેથી બહાર કાઠવામ આવી હતી અને તેના પરિવારને સોંપવામાં આવી હતી. કેનાલ મા અત્યાર સુધી હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી કેમ આના વિશે કેમ કાઈ કરવામા આવ્યું નથી જો તંત્ર આના વિશેકાઈ પગલા નહિ લેતો હજી પણ કેટલા લોકો કેનાલ મા મોતની છલાંગ લગાવશે તેતો રામ જાણે

Download Our B K News Today App



Related News