થરાદમાં પત્નીના આડા સંબધથી કંટાળી વિદ્યાર્થી યુવક ની આત્મહત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-24 11:57:32
  • Views : 5118
  • Modified Date : 2021-08-24 11:57:32

બનાસકાંઠાના થરાદ માં એક પરિણીત વિદ્યાર્થીએ તેની પત્ની ના આડા સંબંધો થી કંટાળી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે જે મામલે યુવક પાસેથી મળેલી સ્યુસાઇડ નોટ અનેસોશ્યલ મીડિયા માં વાયરલ કરેલ  વીડિયો ના આધારે પોલીસે મૃતક ની પત્ની અને અન્ય 4 યુવકો સહિત કુલ 5 લોકો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ભાભર તાલુકાના ચલાદર ગામ અમરત રાઠોડ નામનો યુવક થરાદ ખાતે આઇટીઆઇમાં અભ્યાસ કરે છે, જેના લગ્ન પાયલ નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ તેની પત્ની ના અન્ય યુવકો સાથે આડા સંબંધો હોવાની જાણ અમરત ને થઇ હતી તે બાદ અમરતે તેની પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં પણ તેની પત્ની તેની હરકતો થી બાજ આવી હતી. આખરે તેની પત્ની ના  અનૈતિક સંબંધોથી કંટાળેલા યુવકે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. અને આજે વહેલી સવારે તે પોતાના ઘરેથી થરાદ આઇટીઆઈ જવાનું કહી નીકળ્યા બાદ કલાપી હોટલ માં પહોંચી  ત્યાં આત્મહત્યા કરી લીધી હતી. જો કે આત્મહત્યા પેહલા તેણે સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં તેની પત્નીના આડાસંબંધો ના કારણે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમજ  એક વીડિયો પણ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેમાં મૃતક તેની પત્ની ના આડા સંબંધોથી કંટાળીને મજબૂર થઈ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. આત્મહત્યા માટે તેણે તેની પત્ની સહિત અન્ય ચાર યુવકોને પણ જવાબદાર ઠેરવ્યા હતા. બાદમાં વિડીયો તેના પરિવારજનોને પાસે પહોંચતા તેના પરિવારજનો પોલીસ સાથે કલાપી હોટલ ખાતે પહોંચ્યા હતા. જે મામલે થરાદ પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી સ્યુસાઇડ નોટ અને વીડિયોના આધારે મૃતકની પત્ની સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આરોપીઓના નામ

 

1....પાયલ રાઠોડ ( પત્ની  )

2 ...કિશન

3.... પ્રવીણ

4...અનિલ

5 ... વિષ્ણુ, તમામ રહે. અબાસણ, તા. ભાભર

 


Download Our B K News Today App



Related News