બનાસકાંઠા જીલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો ભીલડી પથંકમાં વાવાઝોડાથી ખેડૂતોના ધાન્યોને નુકસાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-04 12:18:44
  • Views : 280
  • Modified Date : 2021-06-04 12:18:44

    છેલ્લા કેટલાય દિવસોથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ત્યારે તાઉ-તે વાવાઝોડા બાદ યાસ વાવાઝોડું ચાલી રહ્યું હતું ત્યારે પણ હવામાનમાં પલટો આવતાં બનાસકાંઠાના ખેડૂતોના જીવ તાળવે ચાટ્યા હતા ત્યારે તે વાવાઝોડામાંથી બનાસકાઠાના ખેડૂતો ઉગરી ગયા હતા પરંતુ બુધવારે અચાનક હવામાનમાં પલટો આવતાં રાત્રીના સમયે ધૂળની ડમરી ઊડવાની ચાલુ થઈ હતી તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે પવનના સૂસવાટા ચાલુ થયા હતા ત્યારે ભારે પવન ચાલુ થયા બાદ ખેડૂતોના ખેતરમાં ઊભેલો બાજરી નો પાક પડી ગયો હતો તેમજ અન્ય પાકોને પણ નુકસાન થયું હતું.તેમજ અમુક ઘરોના પતરા ઉડી ગયા હતા ત્યારે અચાનક વાવાઝોડું આવતા લણણી કરેલો પાક પલડી ના જાય તે માટે ખેડુતોએ રાત્રી સમયે દોડધામ ચાલુ કરી હતી.

      કોરોનાની મહામારી ના કારણે છેલ્લા કેટલાય દિવસોથી માર્કેટ યાર્ડ બંધ રહ્યું હતું ત્યારે રાબેતા મુજબ માર્કેટ ચાલુ થતાં માલની આવક વધુ જોવા મળી હતી. ત્યારે બીજી બાજુ અચાનક વાવાઝોડા સાથે વરસાદ આવતા ભીલડી માર્કેટ યાર્ડ ખાતે ખુલ્લા માં પડેલો ખેડૂતો અને વેપારીઓનો માલ પલળી ગયો હતો જેમાં ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું હોય તેવું દેખાઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News