દૃષ્ટિ ગુમાવી ચૂકેલા બાળકની કીકીમાંથી મોતિયો દૂર કરી થ્રીડી સર્જરીથી સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-13 14:58:59
  • Views : 494
  • Modified Date : 2020-11-13 14:58:59

              નેત્રાલય આઇ હોસ્પિટલના ડો. પાર્થ રાણાએ જણાવ્યું હતું કે રાજસ્થાનનું બાળક માતાની ગર્ભાવસ્થા દરમિયાન ઇન્ફેક્શનથી સફેદ કીકી સાથે જન્મ્યું હતું, જેને તબીબી ભાષામાં ‘કેલેરો કોર્નિયા’ કહે છે. આને લીધે બાળકનાં મા-બાપ રાજસ્થાન અને ગુજરાતની ખાનગી, સિવિલ અને નગરી સહિતની આંખની હોસ્પિટલોમાં સારવાર માટે લઇ ગયા હતા, પરંતુ આંખની સર્જરી અત્યંત જોખમી હોવાથી કોઈ તૈયાર ન હતું અને બાળકને હૈદરાબાદ કે ચેન્નઇ લઇ જવા જણાવ્યું હતું, પરંતુ બાળકના પિતાના સગા દ્વારા બાળક મારી પાસે લવાયું હતું. બાળકની તપાસ કરતાં તેની આંખની કીકી (કોર્નિયા) બદલવાની સાથે મોતિયાની સર્જરી કરવી પડે તેમ હતી, પણ બાળક ઘણું નાનું હોવાથી વિશેષ તકેદારી રાખવી પડે એમ હતી.સૌથી મોટો પ્રશ્ન બાળક માટે સારી ગુણવત્તાવાળી કીકી મેળવવાની અને બાળકને સર્જરી દરમિયાન એનેસ્થેસિયા અને સર્જરીનાં જોખમોથી બચાવવાનું હતું, જેથી પ્રથમ ભારતની વિવિધ આઇ બેન્કમાં સંપર્ક કરીને કીકીની સ્પેશિયલ માગણી કરાઇ હતી. આખરે એક મહિના પછી કેરળની આઇ બેંકમાંથી કીકી મળી, આ કીકીને ખાસ પ્રકારના દ્રાવણમાં રાખીને પ્લેન દ્વારા મંગળવારે અમદાવાદમાં લવાઇ હતી. બુધવારે સાંજે મારી સાથે બાળકોના સ્પેશ્યિલ એનેસ્થેટિસ્ટ ડો. શાહિલ શાહની ટીમ દ્વારા બાળકની આંખની કીકીનું થ્રી-ડી સર્જરી દ્વારા સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. સમગ્ર પશ્ચિમ ભારતની ખાનગી હોસ્પિટલમાં બાળકો માટેના વર્ક સ્ટેશન અને બાળકોના ટ્રેઇન્ડ એનેસ્થેટિસ્ટની ટીમ માત્ર અમારી હોસ્પિટલ પાસે છે.મોટા માણસની તુલનામાં બાળકની આંખની કીકી નાની હોય છે તેમજ સર્જરી અને એનેસ્થેસિયા આપ્યા બાદ કોમ્પ્લિકેશનના ચાન્સ વધુ હોય છે, પરંતુ સમગ્ર ભારતની ખાનગી હોસ્પિટલમાં ડો.પાર્થ રાણા પાસે બાળકોની આંખની સર્જરી માટેનું વેન્ટિલેટર, બાળ સર્જરીનાં નાનાં સાધનો અને વેન્ટિલેટર સાથે સ્પેશિયલ વર્ક સ્ટેશનની મદદથી સફળ સર્જરી શક્ય બની છે.સામાન્ય રીતે એનેસ્થેસિયા આપવાથી લઇને સર્જરી બાદ દર્દી બે-અઢી કલાકે ભાનમાં આવે છે, પણ બાળક 7 મહિનાનું હોવાથી તેને ઓછામાં ઓછું કોમ્પ્લિકેશન થાય એ માટે બેભાન કરવા ખાસ પ્રકારની દવા મગાવાઇ હતી, જેથી બાળકને એનેસ્થેસિયા આપ્યા બાદ 5થી 10 મિનિટ બેભાન અને સર્જરી બાદ 5થી 10 મિનિટમાં ભાનમાં આવી જાય છે.

Download Our B K News Today App



Related News