થરા જે.વી.શાહ રેફરલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન : દર્દીના પિત્તાશયમાંથી ૬૦ થી ૭૦ પથરીઓ નિકાળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-18 11:52:36
  • Views : 328
  • Modified Date : 2022-07-18 11:52:36

થરા જે.વી.શાહ રેફરલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન : દર્દીના પિત્તાશયમાંથી ૬૦ થી ૭૦ પથરીઓ નિકાળી

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ કે જે તેની ગુણવત્તા સભર સેવાઓ માટે આખા પંથકમાં જાણતી છે.જેમાં અધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરી, ડૉ.અંસારી,ડો.અશોકભાઈ ગૌસ્વામી તથા તેમની ટીમ ખડે પગે રહી દર્દીઓની સેવા કરી રહ્યા છે.અધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરી તથા તેમની ટીમે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ના રઉમા અમીનાબેન ઉસમાનભાઈ (ઉ.વર્ષ.આ.૭૬)ના પિત્તાશયમાંથી ઝીણી ઝીણી  લગભગ ૬૦ થી ૭૦ પથરીઓનું સફળ ઓપરેશન કરતા દુખાવામાં રાહત થવા પામી હતી. અમીનાબેને જણાવ્યા છેલ્લા ઘણા સમયથી શરીરમાં દુખાવો થતો હતો અખબારોમાં ડો.ભરતભાઈ થરાની સારવાર સાંભળી હું તથા મારા પરિવારના સભ્યો થરા આવી ડો.ભરતભાઈ ચૌધરીનો સંપર્ક કરતા તા.૧૫/૦૭/૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારે ૮ કલાકે પિત્તાશય માંથી લગભગ ૬૦ થી ૭૦ પથરીઓનું સફળ ઓપરેશન કરતા રાહત થવા પામી છે.મને વધુ પડતું ડાયાબીટીસ હોવા છતાં સાહસ કરી સફળ ઓપરેશન કરતા મારા પરિવારજનોએ ડો.ભરતભાઈનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

Download Our B K News Today App



Related News