ગુજરાતમાં કોલ્ડ સ્ટોરેજ ધરાવતા ડીસાના ખેડૂતોની કલેક્ટરને રજુઆત : કૉલ્ડ સ્ટોરેજની સિલ પ્રક્રિયા બે મહિના પૂરતી અટકાવવા આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-17 11:37:45
  • Views : 357
  • Modified Date : 2021-10-17 11:37:45

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવેલા કોલ્ડ સ્ટોરેજની આર્થિક સ્થિતિ કોરોના બાદ કથળી છે. અનેક કોલ્ડ સ્ટોરેજના હપ્તા ભરાયા હોવાથી બેંક દ્વારા કોલ્ડ સ્ટોરેજને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને રોકવા આજે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી જ્યાં સુધી ખેડૂતો બટાકા કોલ્ડ સ્ટોરેજમાંથી બહાર નીકળે ત્યાં સુધી કોલ્ડ સ્ટોરેજ સિલિંગ પ્રક્રિયા સ્થગિત રાખવા ખેડૂતોએ માંગ કરી.ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 200 થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જેમાં હજુ 1 કરોડથી વધુ બટાકાના કટ્ટ સંગ્રહિત છે. બટાકાના ભાવ મળતાં અત્યારે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત છે. ડિસેમ્બર માસથી બટાકા વાવેતર ની શરૂઆત થશે. ત્યારે બીજી તરફ છેલ્લા ઘણા સમયથી કોલ્ડ સ્ટોરેજના માલિકો મંદીના કારણે બેંક લોનના હપ્તા સમયસર ભરી શકતા હવે બેંક દ્વારા કોલ્ડ સ્ટોરેજની નોટિસ આપી સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે જો કોલ્ડ સ્ટોરેજ સીલ થાય તો સ્ટોરેજ માં પડેલા ખેડૂતોના એક કરોડ જેટલા  બટાકા ના કટ્ટઆ બગડી જાય તેવી સ્થિતિ સર્જાઇ શકે છે જેથી આજે ભારતીય કિસાન સંઘ ના 100 જેટલા ખેડૂતો કલેક્ટરકચેરીએ પહોંચ્યા હતા અને  આવેદનપત્ર આપી જ્યાં સુધી ખેડૂતોના બટાકા નીકળે ત્યાં સુધી કોલ્ડ સ્ટોરેજ સિલિંગ પ્રક્રિયા મોકૂફ રાખવા વિનંતી કરી હતી.

Download Our B K News Today App



Related News