સુબાપુરામાં 4 મહિનાથી જૂથ યોજનાનું પાણી ન મળતાં ગામલોકો તહેવારોમાં પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-23 13:53:47
  • Views : 351
  • Modified Date : 2019-10-23 13:53:47

સમી તાલુકાના સુબાપુરા (એકલારા) ગામે છેલ્લા ચાર મહિનાથી જુથ યોજનાનું પાણી ન આવતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અત્યાર સુધી વરસાદી પાણી ભરી રાખ્યા હતા તેથી ચાલી ગયું પણ હવે દિવાળીના તહેવારોમાં નિયમિત પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.સુબાપુરા(એકલારા) બક્ષીપંચ ધરાવતુ ગામ છે.જ્યાં જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી ન મળતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.ગામના વૃદ્ધ મહિલા મંગુબેન પ્રતાપજી ઠાકોરના જણાવ્યા મુજબ 4 મહિનાથી પાણી બંધ થઇ જતાં વરસાદના પાણી સંગ્રહ કરી ઉપયોગ કર્યો હતો. તંત્ર દ્વારા ટેન્કરની વ્યવસ્થા કરાઇ છે પણ બે વારજ આવ્યું છે. ગામના રહીશ ગેલાજી ધુડાજી ઠાકોરના જણાવ્યા મુજબ સોમવારે રાધનપુર બેઠકની પેટાચૂંટણી હોઇ તંત્ર દ્વારા પાણીનું ટેન્કર મોકલવામાં આવ્યું હતું બાકીના દિવસોમાં પાણી આપવામાં આવતું નથી. દિવાળીના તહેવારોમાં પાણીની તકલીફથી લોકો પરેશાન છે.ગામના સરપંચ તારાબેન દશરથજી ઠાકોરના જણાવ્યા મુજબ ગામમાં સરકારી ટ્યુબવેલ નથી અને જૂથ પાણી પુરવઠા આધારિત પાણી મળે છે.છેલ્લા અઢી વર્ષથી પાણી અનિયમિત થઇ ગયું છે. જેમાં 4 માસથી બિલકુલ આવતું નથી. ચોમાસાના પાણીથી થોડકા દિવસો નિકળી ગયા. તંત્રમાં વારંવાર રજૂઆતો કરાતાં અગાઉ એક વાર ટેન્કર દ્વારા પાણી અપાયા બાદ સોમવારે બીજી વાર પાણીનું ટેન્કર આવ્યું છે. મત લેવા માટે ઉમેદવારો ખોટા વચનો આપી જતા રહે છે જ્યારે કાંઈ લોકોની સમસ્યાઓ હલ કરતા નથી.કાયમી પાણીનો પ્રશ્ન હલ થાય તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.

Download Our B K News Today App



Related News