સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો આવતા સતત બીજા દિવસે ધોધમાર વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-04 18:20:59
  • Views : 397
  • Modified Date : 2019-12-04 18:20:59

અરબી સમુદ્રમાં સર્જાયેલા લોપ્રેશરને કારણે રાજ્યમાં બે દિવસ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રના  માળિયાહાટીના, કુતિયાણા સહિતના પંથકમાં એક થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારે સતત બીજા દિવસે પણ માળિયાહાટી સહિતના પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તાઓ પર પાણી વહેતા થઇ ગયા હતા. જેના કારણે કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ થયા બાદ હવે કમોસમી વરસાદથી જીરા, ચણા અને ઘઉંના પાકને પણ નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. જેનાથી ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા  છે.આમ સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં હાલ મગફળી અને કપાસની બમ્પર આવક થઇ રહી છે. જેના કારણે માર્કેટયાર્ડમાં એવી કોઇ વ્યવસ્થા નથી હોતી કે અચાનક કમોસમી વરસાદ પડે અને પાકને ઢાંકી શકાય. આથી ખેડૂતો સહિત વેપારીઓ પણ કમોસમી વરસાદથી ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્રમાં સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. બાદમાં તડકો અને બપોર બાદ અમુક વિસ્તારોમાં વાદળો જોવા મળી રહ્યા છે.

Download Our B K News Today App



Related News