સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 17:47:12
  • Views : 395
  • Modified Date : 2019-11-13 17:47:12

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્રના બાબરા, ગોંડલ,રાજકોટ સહિતના અન્ય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે વરસાદથી રાજકોટ માર્કેટયાર્ડમાં 20 હજાર ગુણી મગફળી પલળી હતી. જેની હરાજી કરવામાં આવી નથી. ત્યારે સતત બીજા દિવસે પણ વરસાદ યથાવત રહેતા અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.આમ અમરેલીના ચલાલા, વડીયા, અમરેલી શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જ્યારે ઝર, મોરઝર ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.બાબરામાં બીજા દિવસે પણ ઝાપટું વરસ્યું આમ બાબરામાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.  વરસાદ તૂટી પડતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. જગતનો તાત ચિંતામાં મુકાયો છે. માર્કેટયાર્ડમાં રહેલા કપાસને ઢાંકવા દોડધામ મચી ગઇ હતી.માર્કેટયાર્ડમાં પડેલો મગફળી અને કપાસનો પાક પલળ્યો હતો.અમરેલી માર્કેટયાર્ડ સહિત અન્ય યાર્ડોમાં મગફળી અને કપાસ વેચવા આવેલા ખેડૂતોનો પાક પલળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી જીરૂ અને ઘઉંના પાકને પણ નુકસાન પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે. કમોસમીવરસાદથી રોગચાળામાં વધારો થાય તેવી શક્યતા છે.

Download Our B K News Today App



Related News