ગુજરાતમાં ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-15 11:29:34
  • Views : 237
  • Modified Date : 2021-05-15 11:29:34

     ગુજરાત માધ્યમિક અ્ને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસ કરતા ધો. 10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીમાં નિર્ણય લેવાયો હતો. અચરજ પમાડે તેવી બાબત છે કે, જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે તે વિદ્યાર્થી સતત સર્વગ્રાહી મૂલ્યાંકન યોજના હેઠળ ધો.1થી10માં અભ્યાસ કર્યો હોવાથી તેની શાળા કક્ષાએ યુનિટ ટેસ્ટ પ્રકારની પરીક્ષા લેવામાં આવે છે,વાર્ષિક પરીક્ષા નહીં. રાજ્ય સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, ધો.10માં આશરે 3.50 લાખ વિદ્યાર્થી રિપીટર છે. તે વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળશે નહીં. જ્યારે પણ કોરોનાની સ્થિતિ હળવી થાય ત્યારે તેમના માટે ખાસ ધો. 10ની પરીક્ષા લેવાશે.

     જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, જોકે, ધો. 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જોકે, તે અંગે 15મી મેના રોજ આખરી નિર્ણય લેવામાં આવશે. અગાઉ રાજ્ય સરકારે ધો. 1થી9 અને 11ના વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષે માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. હવે ધો. 10ના માત્ર નિયમિત વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન અપાશે. ત્યારે નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News