વિદ્યાર્થીઓ હેકાથોનમાં સરકારની 775 ટેક્નિકલ સમસ્યાનું સમાધાન શોધશે, ઉકેલ લાવનારી ટીમને 30 લાખનાં ઇનામો

  • Published By :
  • Published Date : 2022-09-13 15:04:07
  • Views : 193
  • Modified Date : 2022-09-13 15:04:07

કમિશનર શાળાઓની કચેરીએ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે યોજાનારી આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-2022ની જાહેરાત કરી છે. ઇનોવેશન અને સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે છેલ્લાં બે વર્ષથી હેકાથોનનું આયોજન સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત કરાય છે. આ વર્ષે સ્કૂલના વિદ્યાર્થીઓ હેકાથોનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગની 775 સમસ્યાઓનું સમાધાન પોતાના યુનિક આઇડિયાથી શોધશે. હેકાથોનમાં વિજેતા બનનારી ટીમોને 30 લાખનાં ઇનામો અપાશે. લના વિદ્યાર્થીઓએ પોતાની ટીમ બનાવીને સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપની વેબસાઇટ પર 15 સપ્ટેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને વિદ્યાર્થીઓ સારાંશ સબમિશન 21 સપ્ટેમ્બર સુધી કરી શકશે. હેકાથોનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ શાળાના હોવા જોઈએ, ટીમ એક જ સ્કૂલની હોવી જોઈએ. એકવાર રજિસ્ટ્રેશન થયા બાદ ટીમમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. હેકાથોનમાં એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ, ફૂડ, સિવિલ સપ્લાય એન્ડ કન્ઝ્યુમર, જંગલ અને પર્યાવરણ વિભાગ, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન વિભાગ, લેબર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ, લીગલ ડિપાર્ટમેન્ટ, પંચાયત વિભાગ વગેરે ઉપરાંત વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન, ડીડીઓ, વિવિધ સરકારી યુનિવર્સિટીઝે પણ પોતાની સમસ્યાઓ રજૂ કરી છે.

Download Our B K News Today App



Related News