ડીસાની આદર્શ સ્કૂલ ખાતે HSC અને SSCની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-10 10:47:40
  • Views : 529
  • Modified Date : 2022-06-10 10:47:40

 

તાજેતરમાં સમગ્ર ગુજરાતભરમાં HSC અને SSC નું પરિણામ જાહેર કરવામાં આવી છે જેમાં અનેક વિદ્યાર્થીઓની મહેનત નો રંગ જોવા મળ્યો હતો વર્ષ દરમિયાન કરેલી મહેનતનું પરિણામ વિદ્યાર્થીઓને મળતા શાળા અને પરિવાર ખુશી જોવા મળી હતી ત્યારે ડીસા તાલુકામાં પણ રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાયેલી HSC અને SSCનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ડીસા તાલુકામાં આવી ગઈ આદર્શ વિદ્યા સંકુલ ના ત્રણ વિદ્યાર્થીઓ સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો હતો જેમાં ૧૨ સાયન્સમાં આદર્શ વિદ્યા સંકુલ ખાતે અભ્યાસ કરતો વિદ્યાર્થી સંજયે ડીસા તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો હતો ત્યારે 12 આટર્સ વિભાગમાં પણ આદર્શ વિધાસંકુલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી વિપલે સમગ્ર ડીસા તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો હતો જે બાદ તાજેતરમાં ધોરણ ૧૦નું પરિણામ જાહેર થયું હતું જેમાં પણ ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થી ખ્યાતિ ડીસા તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો હતો આમ ડીસા આદર્શ વિદ્યા સંકુલ ના ત્રણેય વિદ્યાર્થીઓનો ડીસા તાલુકામાં પ્રથમ નંબર મેળવતા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓના પરિવારોમાં પણ ખુશી જોવા મળી હતી આજે ત્રણેય વિદ્યાર્થીઓનું ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા આદર્શ વિદ્યા સંકુલ ના આચાર્ય કેપી રાજપુત અને શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓ ને મોં મીઠું કરાવી પોતાના શાળાનું નામ રોશન કર્યું છે તે બધા બિરદાવવામાં આવ્યા હતા.

 

Download Our B K News Today App



Related News