ડીસાના શ્યામ બંગ્લોઝ ખાતે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ક્લાસિસ શરૂ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-07 11:19:24
  • Views : 271
  • Modified Date : 2022-06-07 11:19:24

 

ડીસા નગરપાલિકા ખાતે જ્યારથી ભાજપનું શાસન આવી છે ત્યારથી શહેરના વિકાસ માટે અનેક કામો કરવામાં આવી રહ્યા છે વિકાસના કામોની સાથોસાથ હવે ડીસા નગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે આજે જે પ્રમાણે દિવસેને દિવસે શિક્ષણનું પ્રમાણ વધી રહી છે તેના કારણે આજે મોટાભાગના વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી ડીસા તાલુકા નું નામ રોશન કરી રહ્યા છે ત્યારે ડીસા શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી આગળ વધે તેવા આશયથી ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા શિક્ષણ ને લગતા ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે ડીસા ખાતે આવેલ શ્યામ બંગ્લોઝ માં આજે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકે તેવા આશયથી રીબીન કાપી ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા. અને આવનારા સમયમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ ક્લાસીસ નો ઉપયોગ થકી શિક્ષણમાં આગળ વધે તેવી પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News