ડીસા કોલેજમાં વિધાર્થીઓનો અભ્યાસનો કાર્યકાળ પૂરો થવા છતાં ટેબલેટ ના મળતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-23 11:11:39
  • Views : 194
  • Modified Date : 2022-04-23 11:11:39

ડીસા કોલેજમાં વિધાર્થીઓનો અભ્યાસનો કાર્યકાળ પૂરો થવા છતાં ટેબલેટ ના મળતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો

 

ડીસા કોલેજમાં આજે અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓનો વિદાય સમારોહ હતો.. ત્યારે વિધાર્થીઓએ તેમના અભ્યાસનો કાર્યકાળ પૂરો થવા છતાં ટેબલેટ ના મળતા પોતાના દ્વારા ભરવામાં આવેલા નાણાં પરત આપવાની માંગ કરી હતી..

 

 

સરકાર દ્વારા નમો યોજના અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને એક હજાર રૂપિયામાં ટેબલેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.. આ યોજના અંતર્ગત ડીસા કોલેજના પણ ૧૭૨૦ વિધાર્થીઓએ કોલેજમાં પ્રવેશ મેળવ્યા બાદ ૧૦૦૦ રૂપિયા ટેબલેટ માટે ભરવામાં આવ્યા હતા.. પરંતુ આ વિધાર્થીઓના કોલેજનો અભ્યાસ પૂર્ણ થઈ ગયા બાદ પણ હજુ સુધી વિધાર્થીઓને ટેબલેટ ના મળતા વિધાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.. વિધાર્થીઓનું માનવું છે કે ત્રણ વર્ષ પહેલા કોલેજ દ્વારા તેમની પાસેથી ટેબલેટ આપવા માટે એક હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.. અને કોલેજના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા બાદ પણ હજુ સુધી વિધાર્થીઓને ટેબલેટ મળ્યા નથી.. જેથી વિધાર્થીઓ જણાવી રહ્યા છે કે કોરોના કાળ દરમ્યાન ઓનલાઈન શિક્ષણ થતું હતું ત્યારે ટેબલેટની સહુથી વધુ જરૂરિયાત હતી.. પરંતુ તે સમયે ટેબલેટ મળ્યા નહોતા.. અને હવે તો તેમનો કોલેજનો અભ્યાસ પણ પૂર્ણ થઈ ગયો છે.. ત્યારે હવે ટેબલેટની કોઈ જ જરૂરિયાત નથી.. જેથી સરકારે વિધાર્થીઓ પાસેથી ઉઘરાવેલા એક હજાર રૂપિયા પરત કરી દેવા જોઇયે...

 

 સરકાર દ્વારા વિધાર્થીઓને મોટા ઉપાડે એક હજાર રૂપિયામાં ટેબલેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.. અને વિધાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થઈ ગયા બાદ હજુ સુધી પણ ટેબલેટ મળ્યા નથી.. ત્યારે સરકારની આ યોજના વિધાર્થીઓ સાથે કરાયેલી મજાક સાબિત થઈ રહી છે..

Download Our B K News Today App



Related News