સ્કૂલની માન્યતા રદ થવાથી બોર્ડની પરીક્ષાના ફોર્મ ના ભરાતા 250 બાળકોના ભાવી અધ્ધરતાલ, વિદ્યાર્થીઓએ DEO હાય હાય ના નારા લગાવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 15:22:28
  • Views : 293
  • Modified Date : 2021-03-22 15:22:28

    ધોરણ 10 અને 12ની પરીક્ષાના ફોર્મ હાલમાં ભરવામાં આવી રહ્યા છે. પરંતુ શહેરની એક શાળામાં વિદ્યાર્થીઓ ફોર્મ ના ભરી શક્યા હોવાથી વિદ્યાર્થીઓએ સ્કૂલ ખાતે વિરોધ કર્યો હતો અને બાદમાં વિદ્યાર્થીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પહોંચ્યા હતા. અહીંયા પણ DEO હાય હાયના નારા સાથે ફોર્મ ભરવા માટેની માંગણી કરી હતી. સ્કૂલની માન્યતા રદ થઈ હોવાથી વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયાં નથી.

    શહેરના દરિયાપુરમાં આવેલ V R શાહ સ્મૃતિ વિદ્યા ટ્રસ્ટ સંચાલિત અનુપમ સ્કૂલની માન્યતા જુલાઈ 2020માં રદ થઈ હતી. એક જ બિલ્ડિંગમાં 5 સ્કૂલો ચાલુ હતી. ઉપરાંત સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ અને સ્કૂલના ભોંય તળિયે કોમર્શિયલ એક્ટીવિટી થતી હતી. ઉપરાંત સ્કૂલના ટ્રસ્ટીઓમાં 2 ભાઈઓ વચ્ચે પણ તકરાર ચાલી રહી હતી. જેના કારણે સ્કૂલમાં અનીયમમતા વધતી રહેતી હતી. જેથી અનુપમ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી હતી.

    અનુપમ સ્કૂલની માન્યતા રદ થઈ હોવા છતાં સ્કૂલમાં 10 અને 12મા ધોરણમાં 250 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી ફી પણ લેવામાં આવી હતી. પરંતુ આજે અંતિમ બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાના હોવા છતાં હજુ સુધી ફોર્મ ભરાય નથી. 1 વર્ષ સુધી ભણ્યા બાદ ફોર્મ ના ભરાતા વિદ્યાર્થીઓનો વિરોધ જોવા મળ્યો હતો. વિરોધ સાથે જ વિદ્યાર્થીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વસ્ત્રાપુર ખાતે પહોંચ્યા હતા અને DEO હાય હાયના નારા લગાવ્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી.આ અંગે DEOના સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ મામલો તેમના ધ્યાને છે પરંતુ હાલ કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે. જેમાં આવતીકાલે હાઇકોર્ટ તરફથી ચુકાદો આપવામાં આવશે. તે બાદ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નિણર્ય લેવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેના પૂરા પ્રયત્ન કરવામાં આવશે.


Download Our B K News Today App



Related News