યુવરાજ શિહ ને જેલમુક્ત માટે ભીલડી ના વિદ્યાર્થીઓ આવ્યા મેદાને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-09 11:14:29
  • Views : 203
  • Modified Date : 2022-04-09 11:14:29

યુવરાજસિંહ જાડેજા ઉપર થયેલા ખોટા કેસો પરત ખેંચવા અને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માગણી સાથે ભીલડી પંથકના વિદ્યાર્થીઓ ભીલડી પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ પરીક્ષા પહેલા ઘણા ગોટાળા થતા આવ્યા છે જેમાં યુવરાજસિંહ જાડેજા પેપર ફૂટવાનુ કૌભાંડ બહાર લાવવામાં મદદરૂપ બન્યા છે અને વિદ્યાર્થીઓને સહકાર આપવા માટે અવાજ ઉઠાવતા રહ્યા છે જેને કારણે બિન સચિવાલય પરીક્ષા પણ રદ કરવાની ફરજ પડી છે લાખો વિદ્યાર્થીઓના હિતમાં લડતા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા યુવરાજ સિંહ આગળ આવતા હોય છે જેમાં પોલીસ દ્વારા ખોટી રીતે ગુનેગાર ઠેરવી ધરપકડ કરવામાં આવી છે તે અયોગ્ય છે જેને લઇ યુવરાજસિંહને જેલમુક્ત કરવામાં આવે તે માટે ભીલડી ના વિદ્યાર્થીઓએ સોયલા નાળા થી બજારમાં રેલી કાઢી જીતુ વાઘાણી કોણ તેવા બેનરો સાથે ભીલડી પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતો

Download Our B K News Today App



Related News