અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિધાર્થીઓ પર નમાઝ પઢવા મુદ્દે વિદ્યાર્થીઓ પર હુમલો કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-17 12:01:34
  • Views : 83
  • Modified Date : 2024-03-17 12:01:34

શિક્ષણના ધામ ગુજરાત યુનિવર્સિટીમાં હિચકારા હુમલાની ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીના એ બ્લોકના કેમ્પસમાં અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશી વિદ્યાર્થીઓ પર તોફાની તત્વોએ હુમલો કર્યો.નમાઝ પઢવા મુદ્દે વિદ્યાર્થીઓ પર હુમલો કરાયો હોવાનો દાવો કરાય રહ્યો છે. રમઝાન માસ નિમિત્તે વિદેશી વિદ્યાર્થીઓ નમાઝ અદા કરતા હતા જેના કારણે તોફાની તત્વોએ હુમલો કર્યો હોવાનો આરોપ છે.યુનિવર્સિટી કેમ્પસમાં આતંક જોવા મળ્યો. વિદ્યાર્થીઓ પર લાકડી વડે હુમલો, વાહનમાં તોડફોડ આ બધુ જ કેમેરામાં કેદ થયું છે. શિક્ષણના ધામને કલંક લગાવતા આ દ્રશ્યો છે. ઘટનાની જાણ થતા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડાયા છે.તો પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. ગ્યાસુદીન શેખે કહ્યું કે વિદ્યાર્થી પર હુમલો થયો ત્યારે પોલીસ આવી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી.પોલીસ આરોપીઓને છાવરી રહી હતી. ગ્યાસુદ્દીને પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવાની માગણી કરી છે.

Download Our B K News Today App



Related News