બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આવેલ આરાસુરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને ટેબલેટ ન મળતા વિરોધ નોંધાવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-06 10:26:08
  • Views : 184
  • Modified Date : 2022-05-06 10:26:08

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આવેલ આરાસુરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને ટેબલેટ ન મળતા વિરોધ નોંધાવ્યો હતો

આજના ડિજિટલ યુગમાં દિવસેને દિવસે ભારત દેશ પ્રગતિના પંથે જઇ રહ્યો છે ખાસ કરીને શાળા અને કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વિવિધ ટેકનોલોજી થકી આગળ વધે તે માટે સરકાર દ્વારા દર વર્ષે વિવિધ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ માટે સેવાઓ પૂરી પાડવામાં આવે છે પરંતુ આજે પણ સરકારી સેવાઓની લાગતી બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ વંચિત રહી ગયા છે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓને નમો ટેબલેટ યોજના અંતર્ગત સરકાર દ્વારા ટેબલેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેથી વર્ષ 201920માં કોલેજના પ્રથમ વર્ષ માં વિદ્યાર્થીઓએ હજાર રૂપિયા લઇ ટેબલેટ માટે ફોર્મ ભર્યા હતા પરંતુ આજે ત્રણ વર્ષ ઉપર નો સમયગાળો વીતી ગયો વાંચતા પણ હજી સુધી સરકાર દ્વારા એક પણ વિદ્યાર્થી ને ટેબલેટ આપવામાં આવ્યું નથી આ બાબતે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને એકવાર યુનિવર્સિટી કક્ષાએ તેમજ સરકારમાં ટેબલેટ આપવા માટેની રજૂઆત કરી હતી પરંતુ આજદિન સુધી એક પણ વિદ્યાર્થીઓને ટેબ્લેટ ના આવતા વિદ્યાર્થીઓ હવે આંદોલનના મૂળ તરફ વળ્યા છે ખાસ કરીને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતાં વિદ્યાર્થીઓ આજે અંબાજી ખાતે આંદોલન શરૂ કર્યું હતું અંબાજી ખાતે આવેલી આરાસુરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા અને તાત્કાલિક નમો ઇ ટેબલેટ યોજના હેઠળ ટેબ્લેટનું વિતરણ કરવામાં આવે તે માટે માંગ કરી હતી અને જો વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન આપવામાં આવે તો વિદ્યાર્થીઓએ ભરેલી રકમ પરત કરવા વિદ્યાર્થીઓને માંગ કરી હતી.

 

Download Our B K News Today App



Related News