ડીસા તાલુકાના થેરવાડા ગામે રસ્તાઓ પર પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-29 10:57:02
  • Views : 300
  • Modified Date : 2022-07-29 10:57:02

 

ડીસા તાલુકાના થેરવાડા ગામે પડેલ ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી ભરાઈ જવા પામ્યા હતા.જેના કારણે અભ્યાસ અર્થે પસાર થતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી...

 

ડીસા તાલુકામાં ચોમાસાની શરૂઆત થતા ની સાથે જ સાર્વત્રિક મેઘ મહેર થઈ છે જેના કારણે ખેડૂતો અનેક સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે પરંતુ આજે પણ ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ ભારે હલાકીના સામનો કરી રહ્યા છે વાત છે ડીસા તાલુકાના થેરવાડા ગામની તો ડીસા તાલુકાના થેરવાડા ગામમાં પડેલ વરસાદના કારણે અનેક ખેતરો અને રસ્તાઓ પાણીના બેટમાં ફેરવાયા હતા જેના કારણે રસ્તાઓ પરથી પસાર થતા સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકી નો સામનો કરી રહ્યા હતા એક તરફ ડીસા તાલુકામાં ભારે વરસાદ હતો તો બીજી તરફ ધાનેરામાં પડેલ ભારે વરસાદના કારણે તમામ વરસાદી પાણી ડીસા તાલુકાના અનેક ગામોમાંથી પસાર થયું હતું જેના કારણે ડીસા તાલુકાના અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામે પસાર થતા રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓને ભારે હલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ થેરવાડા પ્રાથમિક શાળા ખાતે 500થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ શાળાએ જવાના મેઇન રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે શાળામાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યા હતા. તો આ તરફ જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવી રહ્યા હતા તે પણ વરસાદી પાણીમાંથી માંડ માંડ શાળા સુધી પહોંચ્યા હતા આ બાબતે થેરવાડા ગામના સ્થાનિક લોકો અને સરપંચ દ્વારા ડીસા નાયબ કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે ડીસા તાલુકાના થેરવાડા ગામે શાળાની બાજુમાં પસાર થતા રસ્તા પર વારંવાર વરસાદી પાણી ભરાવવાના કારણે વિદ્યાર્થીઓ ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે ત્યારે સત્વરે આ રસ્તો બનાવવામાં આવે જેથી વિદ્યાર્થીઓ સરળતાથી અભ્યાસ અર્થે શાળાએ પહોંચી શકે એક તરફ વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારમાં અભ્યાસ અર્થે આગળ વધે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ આજે પણ ડીસા તાલુકામાં એવી અનેક શાળાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓને ચોમાસામાં અભ્યાસ અર્થે પહોંચવા માટે વરસાદી પાણીમાંથી પસાર થવું પડે છે ત્યારે તંત્ર આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલા લઈ શાળાઓની બાજુમાં પાકા રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે તેવી શિક્ષકો અને વાલીઓની માંગ છે

Download Our B K News Today App



Related News