ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી કરતી વખતે ઢળી પડ્યો SGVP રીબડા ગુરુકુળનો વિદ્યાર્થી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-03 16:10:25
  • Views : 100
  • Modified Date : 2023-07-03 16:10:25

રાજકોટના SGVP રીબડા ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી કરતી વખતે વિદ્યાર્થી અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ સામે આવશે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે, વિદ્યાર્થીને નાનપણથી હૃદયનો ભાર વધવાની બીમારી હતી. હૃદય વધુ ભારવાળું થયું હતું જેના કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે. જોકે, સાચી હકીકત તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે. મળતી માહિતી અનુસાર, રાજકોટ-ગોંડલ રોડ પર રીબડા નજીક આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યોજાય તે પહેલા ધોરણ 10માં અભ્યાસ કરતો મૂળ ધોરાજીનો દેવાંશ ભાયાણી અચાનક બેભાઈ થઈ ગયો હતો. જે બાદ તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.તેની સારવાર કારગત નીવડે તે પહેલા જ તેને દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. હાલ  દેવાંશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીના મોતને પગલે પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. 

Download Our B K News Today App



Related News