વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા નું ભવ્ય બાઇક રેલી દ્વારા સ્વાગત કરાયું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-31 12:40:32
  • Views : 322
  • Modified Date : 2022-08-31 12:40:32


આમ આદમી પાર્ટીની રોજગાર ગેરંટી યાત્રા ડીસાના ઢુવા ગામે પહોંચી હતી. જ્યાં વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ એ ભાજપ સરકાર પર કૌભાંડ અને ભ્રષ્ટાચાર ના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા, અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ને એક તક આપવા માટે લોકોને અપીલ કરાઈ હતી


ઉત્તર ગુજરાત માં હિંમતનગર થી શરૂ થયેલી આમ આદમી પાર્ટી ની રોજગાર ગેરંટી યાત્રા ડીસા ના ઢૂવા ગમે પહોંચી હતી.જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા નું ભવ્ય બાઇક રેલી દ્વારા સ્વાગત કરાયું હતું ત્યારબાદ યોજાયેલ જાહેર સભામાં યુવરાજસિંહે ભ્રષ્ટાચાર અને કૌભાંડના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સરકાર પેપર કૌભાંડ ને રોકવામાં,  ભ્રષ્ટાચાર ને અટકાવવામાં કે બેરોજગારને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નિવડી હોવાનું નેતાએ જણાવ્યું હતું. રોજગાર ગેરંટી યાત્રા’ 25 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ચાલશે અને 11 દિવસ બાદ પાટણ માં પૂર્ણ થશે. યુવરાજસિંહે વધુ માં જણાવ્યું હતું કે ભાજપ સરકારે અત્યાર સુધી ગુજરાતના યુવાનો ને અટકાવવાનું, ભટકાવવાનું અને લટકાવવાનું જ કામ કર્યું છે અમે તેનો વિરોધ કરીએ છે તેમજ ગુજરાતમાં દરેક ગામડે, તાલુકે અને શહેરોમાં જે બેરોજગારો છે, તેની સંપૂર્ણ નોંધણી કરીએ છીએ જેથી આમ આદમી પાર્ટીની સરકાર બને ત્યારે વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવી શકાય. . .


Download Our B K News Today App



Related News