બનાસકાંઠાના કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વિધાર્થી સન્માન સમારોહ યોજયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-15 11:38:18
  • Views : 277
  • Modified Date : 2021-11-15 11:38:18

  બનાસકાંઠા જિલ્લાના દિઓદર ગામે ડૉ.હર્ષદભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ ના મુરલીધર વિલા ભાભર હાઈવે ભેંસણા ચોકડી સ્થિત તેમના નિવાસસ્થાને વિધાર્થી સન્માન સમારોહ સોહમબાપુના આશીર્વાદથી યોજાયો હતો.દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ.અતીથી વિશેષ,ઈનામ લેનાર ૨૨૪ વિધાર્થીઓ,દાતાઓ હજાર રહ્યા હતા,,, વિદ્યાર્થીઓને રોકડ રકમ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.ઈનામમાં સ્ટડી ટેબલ,બડસ્ટર,બ્લેન્કેટ (ધાબળો), ટીફીન-પાણીની બોટલ, ચોપડા, સન્માનપત્ર,અબ્દુલ કલામની અગન પંખ પુસ્તક તેમજ વોટરજગ આપવામા આવ્યું હતું..આ પ્રસંગે સોહમ ભગતે જણાવેલ કે પ્રજાપતિ સમજના બાળકો ભણી ગણી ખૂબ ખૂબ પ્રગતિ કરે અને માતા પિતાનું નામ રોશન કરે તેમજ કન્યાઓને ભણાવિ ગણાવી ઉંચ ડ્રીગ્રી પ્રાપ્ત કરવી સારી નોકરી મેળવે તેવા આશિર્વાદ આપ્યા હતા..આ પ્રસંગે કાંકરેજી/હિંદવાણી પરગણાના આગેવાનો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો વગેરે હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News