ધાનેરાના સામરવાડા પાસે શિફ્ટ ગાડીએ વિદ્યાર્થિનીને અડફેટે લેતાં વિદ્યાર્થિની મોત...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-24 11:29:20
  • Views : 317
  • Modified Date : 2022-04-24 11:29:20

 

ધાનેરાના સામરવાડા પાસે ગાડીના ચાલકે એક વિદ્યાર્થીનીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં વિદ્યાર્થીની પરીક્ષા આપીને ભરત ભારતીય વિદ્યાર્થીનીનું મોત થયું હતું. તેમજ દોઢ વર્ષનું બાળક ધાયલ થયું હતું ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આક્રોશમાં આવેલા લોકોએ ગાડીના કાચ ફોડી ટ્રાફિકજામ સર્જાયો હતો..

 

બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે ધાનેરાના સામરવાડા પાસે એક વિદ્યાર્થીની પરીક્ષા આપી પરત ફરી રહી હતી તે દરમિયાન એક સ્વિફ્ટ ગાડીના ચાલકે પુર ઝડપે  પોતાની ગાડી ચલાવી વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં વિદ્યાર્થીનીનું કરુણ મોત નિપજયું હતું તેમજ અકસ્માત માં  દોઢ વર્ષનું બાળક પણ ઘાયલ થયું હતું. અકસ્માતના પગલે ઘટનાસ્થળે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.આક્રોશ માં આવેલા લોકોએ સ્વિફ્ટ ગાડીના કાચ તોડફોડ કરતા રોડ પર ટ્રાફિક જામના દ્ર્શ્યો સર્જાયા હતા. અકસ્માત સર્જી સ્વીફ્ટ  ગાડીનો ચાલક પોતાની ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો.અને  રોષે ભરાયેલા લોકોએ અકસ્માત સર્જનાર ગાડીમાં તપાસ કરતા ગાડી માંથી પોલીસની વર્ધી  પણ મળી આવી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસકર્મીની ગાડીએ પરીક્ષા આપી પરત ફરેલી વિદ્યાર્થિનીને અડફેટે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં વિદ્યાર્થીનીનું કરુણ મોત નીપજ્યું હતું...

Download Our B K News Today App



Related News