બેંગલુરુ એરપોર્ટ ઉપર બોંબ વિસ્ફોટ કરવાની ધમકી આપનાર વિદ્યાર્થીની ધરપકડ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-24 17:04:40
  • Views : 398
  • Modified Date : 2022-12-24 17:04:40

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ પોલીસની સંયુક્ત ટીમે કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટ પર ટ્વીટ કરવાના સંબંધમાં 20 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીની ધરપકડ કરી છે.

કુડલુગેટનો રહેવાસી આરોપી વૈભવ ગણેશ અલ્હાબાદના મોતીલાલ નેહરુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં એન્જિનિયરિંગના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. 10 ડિસેમ્બરે રાત્રે 10.15 વાગ્યે, ગણેશે ટ્વીટ કર્યું હતું કે, હું બેંગલુરુ એરપોર્ટ પર બોમ્બફોડીશ કેમ કે, તે મારા ઘરથી નજીક છે અને હું ફરી તેની નવનિર્માણ કરી શકું. કેઆઈએના ટર્મિનલ મેનેજર રૂપા મેથ્યુએબીઆઈએએલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આઇપીએસ કલમ 505 અને 507 હેઠળ કેસ નોંધ્યો હતો. 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અનૂપશેટ્ટીએ આરોપીઓને પકડવા માટે એક વિશેષ ટીમની રચના કરી હતી. ટેક્નોલોજીની મદદથી પોલીસે મંગળવારે ગણેશને ટ્રેસ કરીને તેનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો જેમાંથી તેણે બોમ્બ ધડાકા વિશે ટ્વિટ કર્યું હતું.

Download Our B K News Today App



Related News