બોટાદ પોલીસની માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-09 16:12:35
  • Views : 125
  • Modified Date : 2023-09-09 16:12:35

બોટાદ પોલીસે માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં 2 આરોપીને 6 જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે. મારામારી, ધાકધમકી અને હનીટ્રેપ જેવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને તડીપાર કરવામાં આવ્યા છે. બોટાદ પોલીસે રમેશ ઉર્ફે ભટ્ટી રસીક ગોહીલ અને પ્રકાશ ઉર્ફે પોપટ રમેશ ચૌહાણને તડીપાર કરવામાં આવ્યા છે.આ બંન્ને આરોપીઓને 2 વર્ષ માટે 6 જિલ્લાઓ માંથી તડીપાર કરવામાં આવી છે. બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લા માંથી તડીપાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ બંન્ને આરોપીઓને રાજકોટ, ભાવનગર, અમદાવાદ જિલ્લાઓ માંથી પણ તડીપાર કરવામાં આવી છે.તો બીજી તરફ અમદાવાદમાં ઈ-ચલણ ભરવા માટે નકલી વેબસાઈટ બનાવીને કૌભાંડ આચરનારની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડના ધનબાદના સુધાંશુ મિશ્રા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે. આરોપી સુધાંશુની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો, આરોપી શખ્સ એવા લોકોને ટાર્ગેટ કરતો હતો જેમનું ઈ-ચલણ ભરવાનું બાકી હોય. તે ચલણ ભરવાની અસલી સાઈટ પર વાહનોના જાતે જ કોઈપણ નંબર નાખતા હતા અને માહિતી મેળવતા હતા.

Download Our B K News Today App



Related News