બનાસકાંઠામાં ધુપ્પલબાજ 16 શિક્ષકો સામે કડક કાર્યવાહી : વર્ચ્યુઅલ શિક્ષણમાં બેદરકારી દાખવતા 16 શિક્ષકોને નોટિસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-19 12:40:26
  • Views : 707
  • Modified Date : 2021-08-19 12:40:26

     ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારી ના પગલે વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય તે માટે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓનો શાળામાં અભ્યાસ બંધ કરવામાં આવ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓ માટે શાળામાં શિક્ષકો દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવી અનેક શાળાઓ છે કે જા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવામાં આવતો નથી જે બાબતે વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી અને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લામાં શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે કોરોના મહામારી ના સમયમાં શાળાઓ બંધ હાલતમાં છે જેથી શિક્ષણ વિભાગ દ્વારા શેરી શિક્ષણ, વર્ચ્યુઅલ કે ઓનલાઇન શિક્ષણ દ્વારા બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત બનાસકાંઠા જીલ્લામાં પણ પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ અભ્યાસ કરાવી રહ્યા છે, કામગીરી યોગ્ય રીતે ચાલી રહી છે કે નહીં તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી, સી.આર.સી.અને બી.આર.સી દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે,તે દરમિયાન શિક્ષણ અધિકારી 80 જેટલી જગ્યાએ ઓચિંતી તપાસ કરતા 16 જેટલા શિક્ષકોની ગંભીર બેદરકારી સામે આવી છેદાંતા, અમીરગઢ અને ડીસા સહિત ના વિસ્તારોમાં 16 જેટલા શિક્ષકો ની ગેરહાજરી અને ફરજમાં બેદરકારી ધ્યાને આવતા શિક્ષણ વિભાગે નોટિસ આપી આવા બેદરકાર શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે શિક્ષણ વિભાગ દ્વારા બેપરવાહ શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરતાં શિક્ષણ આલમ માં ખળભળાટ મચી જવા પામ્યો છે . અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યુ હતું કે અમારી તપાસ માં બેદરકારી સામે આવતા 16 શિક્ષકો સામે કડક કાર્યવાહી કરાઈ છે.

Download Our B K News Today App



Related News