પાલનપુર અમદાવાદ હાઈ-વે ઉપરની સ્ટ્રીટલાઈટ ચાલુ કરવા માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-06 11:55:47
  • Views : 693
  • Modified Date : 2020-11-06 11:55:47

પાલનપુરના રેલવે અંડરબ્રીજના લોકાર્પણના ૮૮ દિવસ બાદ પણ અહીં નાંખવામાં આવેલી સ્ટ્રીટલાઈટો ચાલુ ના કરાતાં પાલિકાના વોર્ડ નં.૮ ના સદસ્યએ આ સ્ટ્રીટલાઈટને ચાલુ કરવા માટે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે.
પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.૮ ના સદસ્ય અમૃતભાઈ જોષી દ્વારા પાલિકા પ્રમુખ તેમજ મુખ્ય અધિકારીને રજુઆત કરતાં જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રજાની સુખાકારી માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી રેલ્વે અંડરબ્રીજનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. સરકાર દ્વારા
પાલનપુર શહેરના પ્રજાજનોની સુખાકારી માટે ખુબજ ઉમદા કાર્ય કરેલ છે. જેમાં આ અંડરબ્રીજમાં તેમજ તેની
આજુબાજુ સ્ટ્રીટલાઇટો નાંખવામાં આવેલ છે.રેલ્વે અંડરબ્રીજનું લોકાર્પણ તા.૦૯ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ કરવામાં આવ્યું હતું. તેને  ૮૮ દિવસ વિતવા છતાં  
નગરપાલિકા દ્વારા હજુ સુધી સ્ટ્રીટલાઇટો ચાલુ કરવા માટે કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી. અને લાઈટ ક્નેક્શન મેળવવા માટે રૂપિયા ૫૦૦૦/-ની આસપાસનો ઓછો ખર્ચ થાય છે.
છતા હજુ સુધી સ્ટ્રીટલાઈટ કનેક્શન પણ નગરપાલિકાએ મેળવેલ નથી. તેના કારણે પ્રજાજનોને રાત્રિના સમયે અંડરબ્રીજમાં અંધારું હોવાને કારણે અવર-જવરમાં કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જેને લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ઝડપથી સ્ટ્રીટલાઇટો ચાલુ કરાવવા માંગણી કરી છે.

Download Our B K News Today App



Related News