નવરાત્રીના મોટા આયોજનો વચ્ચે પણ શેરી ગરબા કલ્ચર અકબંધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-18 15:57:47
  • Views : 84
  • Modified Date : 2023-10-18 15:57:47

હાલ નવરાત્રિપર્વ ચાલી રહ્યો છે . ઢોલ – નગારા અને  ડીજેના તાલ સાથે ગાયકવૃંદ ખેલૈયાઓ માટે ગરબાની રમઝટ જમાવી રહ્યા છે. પાર્ટી પ્લોટના વૈભવી ગરબા મહોત્સવના આયોજનો વચ્ચે પણ હજુ ઘણાં મંડળો એવા પણ છે જેમણે પ્રાચીન ગરબાની ઢબ જાળવી રાખી છે . બારડોલીનું સાર્વજનિક મહિલા મંડળ  શેરીગરબા થકી માતાજીની આરાધના કરી રહ્યું છે.માં આધ્યશકતી આરાધનાના પર્વ નવલા નોરતા ચાલી રહ્યા છે . ખેલૈયા સંગીતના તાલે ગરબે ઘૂમી રહ્યા છે.  સુરત જિલ્લાના બારડોલીમાં આવેલ સાર્વજનિક મહિલા મંડળ દ્વારા શેરી ગરબાની પ્રાચીન પરંપરા જાળવી રાખવા પ્રયાસ કરાયો છે. છેલ્લા 51 વર્ષથી આયોજન કરતા આવેલ મહિલા મંડળના સભ્યો પરંપરાગત રીતે શેરી ગરબા યોજે છે.સામાન્ય રીતે 9 દિવસ દરમિયાન બારડોલી નગરમાં જ્યાં પણ આમંત્રણ મળે ત્યાં રોજ સાંજે માતાજીની માટલી મૂકી આરતી કરી શેરી ગરબા ની રમઝટ શરુ કરે છે . 50 થી વધુ મહિલાઓ આ મંડળમાં જોડાય છે અને શેરી ગરબા રમે છે. ગરબાની પ્રાચીન પરંપરા ની જાળવણી સાથે આજની પેઢીની મહિલાઓ પણ શેરી ગરબા તરફ વળે  તેવો પ્રયાસ સાર્વજનિક મહિલા મંડળ દ્વારા દર વર્ષે શેરી ગરબાના આયોજન થકી કરાઈ રહ્યો છે.  આંગણામાં ગરબાના આયોજન સાથે મહિલાઓની સુરક્ષા પણ જળવાતી હોય છે.  સાથો સાથ મહિલાઓ માં સંગઠન પણ મજબૂત બનતું હોવાની અનુભૂતિ પણ મહિલાઓ કરી રહી છે.સુરત જિલ્લા ની સાથે બારડોલી નગર માં પણ ઠેર ઠેર ગરબા માટે મોટા મોટા આયોજનો કરાઈ રહ્યા છે. મધરાત સુધી ડી જે ના તાલે ગરબા યોજાય છે. મહિલા મંડળમાં માત્ર ગૃહિણીઓ જ નહિ પરંતુ શેરી ગરબા માટે શિક્ષક , તબીબ , ઈજનેર મળી તમામ ક્ષેત્રો માં કામ કરતી મહિલાઓ પણ જોડાય છે. આ વ્યસાયિક મહિલાઓ પણ  પોતાના કામકાજ  બાદ રાતે સમય કાઢી અલગ -અલગ વિસ્તારોમાં શેરી ગરબા યોજી માતાજી ની આરાધના કરે છે.

Download Our B K News Today App



Related News