છેલ્લા કેટલાય સમયથી બંધ શાળાઓ વચ્ચે શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ શરૂ કરાયું છે. કોરોનાની મહામારી બાદ વિદ્યાર્થીઓ શેરી-મહોલ્લામાં ભણતા નજરે પડ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-03 12:17:51
  • Views : 301
  • Modified Date : 2021-07-03 12:17:51

     કોરોનાની મહામારી બાદ શિક્ષણ ક્ષેત્ર બિલકુલ બંધ કરી દેવામાં આવ્યુ હતુ ત્યારે વિદ્યાર્થીઓને શિક્ષણ ઓનલાઇન આપવામાં આવતું હતું ત્યારે હવે કોરોનાના કેસો ઘટતા શિક્ષકો દ્વારા અત્યારે શેરી મહોલ્લા સુધી જઈને વિદ્યાર્થીઓનો ઘર આંગણે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે છેલ્લા બે વર્ષથી શિક્ષણ રાબેતા મુજબ ચાલુ થયું હતું પરંતુ હજી શાળાઓ ચાલુ થવા ની કોઈ જાહેરાત થઇ નથી ત્યારે શિક્ષકો દ્વારા પણ અત્યારે શેરી મહોલ્લા તેમજ શાળાની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે અલગ-અલગ શિક્ષકો દ્વારા અલગ-અલગ અભ્યાસક્રમ તેમજ માસ અને સોશિયલ ડીસ્ટન્ટ સાથે આપવામાં આવી રહ્યું છે...ત્યારે ભીલડી પથંકમાં ખેટવા સહિત અલગ અલગ ગામોમાં શેરી શિક્ષણ વિદ્યાર્થીઓને આપવાનું ચાલુ કરવામાં આવ્યૂ છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ ઘરમાં ઓનલાઇન શિક્ષણ મેળવતા હતા તેવા વિદ્યાર્થીઓ અત્યારે શેરીઓ મહોલ્લામાં વચ્ચે પોતાના ગુરૂ પાસેથી શિક્ષણ મેળવતા જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News