રખડતા શ્વાને વધુ એક વ્યક્તિનો લીધો ભોગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-24 13:28:19
  • Views : 93
  • Modified Date : 2023-11-24 13:28:19

રાજ્યમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. તો સુરતમાં રખડતા શ્વાનના કારણે વધુ એક વ્યક્તિએ જિંદગી ગુમાવવાનો સામે આવ્યો છે. શ્વાનના કારણે અકસ્માત સર્જાતા હોસ્પિટલમાં દાખલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માતની ઘટના 17 નવેમ્બરે બની હતી. નાની બહેનને મળવા ભાઈ અને તેની માતા ઉધના ગયા હતા. ત્યાંથી ભટાર પરત ફરતી વખતે શ્વાન વચ્ચે આવી જતાં બંને બાઈક પરથી પટકાયા હતા.ઈજાગ્રસ્ત થયેલા માતા-પુત્રને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં 65 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે.મહત્વનું છે કે સુરતમાં અગાઉ અનેક લોકો શ્વાનના હુમલાનો શિકાર બની ચૂક્યા છે. તંત્ર ફક્ત કાર્યવાહીના દાવા કરતું રહે છે.

Download Our B K News Today App



Related News