દ્વારકામાં રખડતા શ્વાનનો આતંક, 10થી વધુ સ્થાનિકો અને યાત્રાળુને શ્વાને બચકા ભર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-11 15:47:13
  • Views : 102
  • Modified Date : 2023-09-11 15:47:13

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો આતંક વધતો જાય છે. પહેલા રખડતા ઢોર અને હવે રખડતા શ્વાને લોકોના મનમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. આવી જ ઘટના દ્વારકામાં બની છે. દ્વારકામાં ફરી રખડતા શ્વાને આતંક મચાવ્યો છે. સ્થાનિકો અને યાત્રાળુ પર રખડતા શ્વાન અત્યાર સુધી 10 લોકોને બચકા ભર્યો છે. જેથી રખડતા શ્વાનના ત્રાસમાંથી છૂટકારો મળે તેવી માગ કરી છે.તો આવી જ ઘટના થોડા દિવસ અગાઉ રાજકોટના પડધરી તાલુકાના થોરીયાળી ગામે બની હતી. જ્યાં શ્વાને 15 લોકોને બચકા ભર્યા હતા. થોરીયાળી ગામેથી મળી રહેલા પ્રાથમિક અહેવાલ અનુસાર, ગામના કેટલાક શ્વાન હડકાયા થવા હોવાની વાત લોકમુખે ચર્ચાઈ રહી હતી. જેના કારણે શ્વાને 15 લોકોને બચકા ભર્યા હતા.

Download Our B K News Today App



Related News