રખડતા ઢોર એ રાજ્યમાં મોટી સમસ્યા બની.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-23 14:42:55
  • Views : 68
  • Modified Date : 2023-12-23 14:42:55

રખડતાં ઢોરને નિયંત્રણમાં લેવા માટે રાજ્યના મોટાભાગના શહેરોમાં કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ગાયોને રસ્તા પર છોડી દેવાને લઈ આવી ગાયને પણ ગૌ શાળામાં મોકલીને તેમને પોષણક્ષમ આહાર મળી રહે અને પ્લાસ્ટિક ખાવાથી છૂટકારો રહે એ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ચાર જેટલી ગૌશાળા-પાંજરાપોળે પાલિકાએ પકડેલ ગાયોને સ્વિકારવાની ના પાડવાને લઈ તેમને મળતી સહાયને અટકાવી દેવામાં આવી છે.પાલનપુર અને ધાનેકા નગર પાલિકાએ આ અંગેની રજૂઆત જિલ્લા ક્લેકટરને કરી હતી. તેમની રજૂઆત મુજબ રખડતાં ઢોર કે ગાયને ઝડપ્યા બાદ તેમને રાખવાથી કે સ્વિકાર કરવાથી ગૌશાળા-પાંજરાપોળ નનૈયો ભણી રહી છે. જેને લઈ ગૌમાતા પોષણ યોજના હેઠળ મળનારી સહાયને અટકાવી દેવામાં આવી છે. આ અંગે ક્લેકટરે જણાવ્યુ હતુ કે, તેમને પાલિકાઓ તરફથી કરાયેલ રજૂઆતોને પગલે હાલ પૂરતુ વિચારણા હેઠળ સહાય અંગેનો નિર્ણય સ્થગિત રાખેલ છે.

Download Our B K News Today App



Related News