જામનગરમાં વહેલી સવારથી વરસાદની તોફાની બેટિંગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-08 13:43:59
  • Views : 124
  • Modified Date : 2023-07-08 13:43:59

ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જામનગર શહેરમાં વરસાદનું આગમન થયુ છે. એક દિવસવના વરસાદી વિરામ બાદ ફરી આજે વહેલી સવારથી વરસાદનું આગમન થયુ છે. મુશળધાર વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. સ્વામીનારાયણ નગર વિસ્તારમાં બે ફૂટ જેટલું પાણી ભરાઇ ગયુ છે. મુખ્ય માર્ગ પર જ વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદને પગલે 2 રેસ્કયુ ટીમ તહેનાત કરવામાં આવી છે. તો એક NDRFની ટીમ અને 1 SDRFની ટીમ પણ ખડેપગે રાખવામાં આવી છે

Download Our B K News Today App



Related News